________________
૩૪૨
[ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિક દષ્ટિ, સમયવિચારણ, મનુષ્યપ્રકૃતિના આવિર્ભાવોને અભ્યાસ અને નિરભિમાન વૃત્તિ ખૂબ વિચારવા જેવાં છે. આપણે છોકરો આવીને કહે કે “બાપા ! હેઠા ઊતરે, તમે એવા ઊંચા આસને સારા ન લાગો” એવું કહેનાર કેઈ બહારને માણસ હોય તો તે જુદી વાત, પણ ઘરને છોકરો વર્ષોના આંતરા પછી મળવા આવે અને પહેલી જ વાર બાપાને સિહાસન પરથી હેઠા ઊતરવાનું કહે, ત્યારે મનમાં પણ ગુસ્સે ન આવે એ તે મેટી ગસાધના અને આત્મસંયમ વગર બને નહિ. અને બીજી વાત એ છે કે આવા સમયે આખી કાર્યદિશાનો નિર્ણય કરવામાં બુદ્ધિચાતુર્ય છે. વિદ્વાન છોકરાની સાથે ચર્ચા કરવી નકામી હતી. જે પોતાના ગુરુને કહે કે તમે ઊંચે આસને શોભતા નથી તેની સાથે ચર્ચા કરવામાં કાંઈ સાર ન નીકળે.
ગુરુમહારાજને પ્રગ ખરેખર અસાધારણ હતો. એણે સિદ્ધને ખબરઅંતર પૂછયા નહિ, પિતાનું અપમાન કર્યું તેનો જવાબ નહિ, પણ પોતાના આસન ઉપર બેસાડી દીધો. અવિનય અને તાડુકા કરનાર શિષ્યની સાથે આ વર્તણુક અસાધારણ છે. આવા મહાપુરુષોના હાથમાં શાસનની દેરી હોય એને એ દીપાવે, બહલાવે, અપનાવે.
રસિક અભ્યાસી શ્રી સિદ્ધ લલિતવિસ્તરા વૃત્તિ હાથમાં લીધી.એના મનમાં રજોહરણ પાછું આપી વિદાય થઈ જવાની ઘડભાંજ હતી. ગુરુમહારાજ દેરે જઈ આવવાનું કહે ત્યારે તે તેમને ના કહે અથવા પિતાના કાર્યની ઉતાવળ મન પર લાવે, એટલી હદ સુધીની ધૃષ્ટતા તેનામાં આવી ન હતી. એને સમય પસાર કરે હતે. ગુરુમહારાજ દૂર ગયા કે એણે પુસ્તક ઉઘાડ્યું. એ વાંચતાં એની આંખો ઉઘડી ગઈ. - ક્યા પુરુષને માર્ગ પર આવવામાં કઈ વસ્તુ ઉપયોગી નીવડે છે તે કાંઈ કહી શકાય નહિ. સામાન્ય લાગતાં સાધને કઈ જીવને મહાઉપકારી નીવડે છે. લલિતવિસ્તરામાં તો ચૈત્યવંદનની વૃત્તિ છે, પણ એ વાંચતાં શ્રી સિદ્ધના, માનસમાં શા ફેરફાર થયા હશે તે કહી શકાય નહિ. એ તર્કનો ગ્રંથ નહોતે, એમાં અન્ય ધર્મનું કે બોદ્ધોનું ખાસ ખંડનમંડન નહોતું અને એ ખાસ કરીને વિધિવાદને ગ્રંથ હતો. એ વાચતાં એને પૂર્વ સંસ્કાર જાગૃત થયા હોય કે ગમે તેમ થયું હોય, પણ ગુરુમહારાજ મંદિરેથી પાછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org