________________
પ્રભાવક ચરિત્રે સિહર્ષિ ]
૩૪૧ આંખ આગળ આવી રીતે શ્રી સિદ્ધ આવીને ઊભા રહે, વાંદે પણ નહિ અને સુખશાતા પણ પૂછે નહિ– આવી પરિસ્થિતિ તેમને અકસ્થ હતી, પણ સ્થિતપ્રજ્ઞ પુરુષોમાં હકીકત સમજવાની અને સમયાનુસાર નિર્ણય કરવાની અસાધારણ કુશળતા હોય છે. ગુરુ મહારાજના મનમાં વિચાર આવ્યો કે જ્યારે શ્રી સિદ્ધ પોતાની પાસેથી ગમે ત્યારે ખરાબ નિમિત્તો હતાં અને અપશુકન થયાં હતાં, એ દુનિમિત્તોએ પિતાને ભાવ ભજો જણાય છે. શ્રી સિદ્ધ જે વિનેય (શિષ્ય) અત્યારે આ શું બોલી રહ્યો છે? એ બેલે છે તથા ન જ ચૂથે એને એમાં ગમે તે આશય હાય, પણ અત્યારે કાંઈ ઠીક લાગતું નથી. આવો સારો તૈયાર થયેલ શિષ્ય અન્યત્ર ખેંચાઈ જાય, એ તો ભારે દુઃખની વાત ! ખરેખર, જૈન કેમની અથવા અમારી પોતાની નબળી ગ્રહદશી વગર આવી હકીકત ન જ બને ! પણ આ તે ખરેખર ભારે થઈ!
આટલા વિચારો લખતાં કે વાંચતાં તે ઘણો વખત લાગે પણ આ અને આવા અનેક વિચારે એક ક્ષણ વારમાં ગગર્ષિ ગુરુમહારાજના મગજમાં આવી પસાર થઈ ગયા. એણે સર્વ પરિસ્થિતિ જોઈ લીધી, તેની લીધી, સમજી લીધી. એને મનમાં થયું કે કોઈ પણ ઉપાયે આને બંધ કરવો જોઈએ. એ અનેક પર ઉપકાર કરનાર થાય તે સમૃદ્ધ શક્તિશાળી વિદ્વાન થવા યોગ્ય છે અને એના આત્માને લાભ કરવાની મારી ફરજ છે. ગુરુપ્રયાગ: લલિતવિસ્તરા
સમયજ્ઞ સમભાવી ગુરુમહારાજ જરા પણ મુંઝાયા નહિ કે શ્રી સિદ્ધની અઘટિત ભાષાપદ્ધતિ પર મનને દેરવી ગયા નહિ. એમણે ઊભા થઈને સિદ્ધને પિતાના ઊંચા આસન પર બેસાડ્યો અને પાસે શ્રીહરિભદ્રસૂરિ મહારાજની રચેલી લલિતવિસ્તારનામની ચેત્યવંદન વૃત્તિ પડી હતી તે તેના હાથમાં આપી માત્ર એટલું જ બોલ્યા
અમે દેરાસર દર્શન કરવા જઈ આવીએ છીએ. તું જરા અહીં બેસજે અને આ ગ્રંથ જે જજે!” આટલું કહી બીજી કઈ જાતની ટકા કે ચર્ચા કર્યા વગર ગર્ગષિ મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા.
આ આખા બનાવમાં શ્રી ગર્ગષિનાં ગાંભીર્ય, વિશાળતા, દીર્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org