________________
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ ઃ
· સાધારણ ગેાટા વાળનાર માણુસ હાત તેા મનને બનાવી દેત, ગેટા વાળત અને ન જાત; પણ મક્કમ વિચારવાળા શ્રીસિદ્ધ પેાતાના સાથીઓને કહી ચૂકયા કે તેણે વચન પાળવા જરૂર જવું જ પડશે. આમ કહેવા પછી તુરત પેાતાના ગુરુને મળવા માટે અને રજોહરણ પાછું આપવા માટે તે નીકળી પડ્યા. એના દ્ધ મિત્રાએ તેની કદાચ મરકરી પણ કરી હશે, પણ ધૂની માણસા એવી વાત કે ટીકાની દરકાર કદી કરતા નથી. એ ગુરુમહારાજને મળવા માટે રજોહરણુ લઈને નીકળ્યા.
૩૪૦
એક બીજી વાત એ પણ છે કે આદ્ધના મત પ્રમાણે લીધેલ પ્રતિજ્ઞા જરૂર પાળવી જોઇએ અને તેટલા માટે તેની પ્રતિજ્ઞાભગ કરવા કેાઇએ તેને પ્રેરણા ન પણ કરી હેાય. ગમે તેમ બન્યું હાય, પણુ પાતાના જૈન ગુરુ પાસે જવા સારું શ્રીસિદ્ધ નીકળી પડ્યા અને તેમ કરવામાં તેના ઈરાદા રજોહરણ પાછું આપી પ્રતિજ્ઞાપાલન કરવાના હતા.
ગુરુમહારાજને ચરણે—
ગુરુમહારાજ ગર્ષિં જ્યાં બિરાજતા હતા ત્યાં શ્રી સિદ્ધ આવી પહેાંચ્યા. જતી વખતે શ્રી સિદ્ધ ખીજા હતા, આજે ખીજા છે. જતી વખતે એને ગુરુ તરફ પૂજ્યભાવ હતા, સન્માન હતું, ઉપકાર– બુદ્ધિ હતી. આજે તે એ માત્ર વારા વઢાડવા અને લીધેલ પ્રતિજ્ઞાનું પાલન કરવા આવ્યા હતા. તે આવ્યા ત્યારે ગુરુમહારાજ ઊંચા આસન પર બેઠા હતા. તે જ વખતે વ્યાખ્યાન પૂરું થયુ` હશે એમ જણાય છે. ગુરુમહારાજને ઊંચા આસન પર બેઠેલા જોઇ શ્રી સિદ્ધ માત્ર એટલું જ મેલ્યા · આપ આટલા ઊંચે ચઢીને બેઠા છે. તે સારું લાગતું નથી. ’ એટલું મેલીને એ મૈાન રહ્યા. એણે ગુરુને વાંદ્યા નહિ, સુખશાતા પૂછી નડે, આડુંઅવળું જોયુ નહિ અને માત્ર ઉપર કહેલા શબ્દો ઉચ્ચારી એની શી અસર થાય છે તે નીહાળતા ઊભા રહ્યા.
દુનિયાના અનુભવી ગુરુમહારાજ એક ક્ષણ વારમાં સર્વ હકીકત સમજી ગયા. શ્રી સિદ્ધને ગયાને ઘણા સમય થયા હતા, પણ ગુરુ. મહારાજ એની જેવા વિદ્વાન શિષ્યને વિસરી શક્યા નહાતા. પેાતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org