________________
૩૩૮
[ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિ :
આપના ભય અસ્થાને છે. હું તેા તર્કના અભ્યાસ પૂરા કરવા જઉં છું, એમાં ચિતાને સ્થાન હોય ?
ગુરુ—જો ભાઈ! હું તને એક વાત કહું. ત્યાં ગયા પછી તારે આદ્ધોની પેઠે રહેવુ પડે, એનાં આગમા ભણવાં પડે અને ધીમે ધીમે એ રીતે પ્રાણી સ્થાનથી ખસતા જાય, એ મારા અનુભવના વિષય છે. વળી ન્યાયતની જટિલતા એવી છે કે એક વખત ચક્કરમાં પડી ગયા પછી તેમાંથી નીકળવું મુશ્કેલ અને છે. અત્યાર સુધી મેળવેલ સર્વ લાભ ચાલ્યા જાય એવા વ્યાપાર કરવા ઠીક નહીં.
સિદ્—સાહેબ ! એવી રીતે ખસી જનાર તેા સાધારણ બુદ્ધિવાળા હાય, મારે માટે આપને એવા ખ્યાલ આવે એ જ નવાઈ જેવુ છે.
ગુરુમહારાજ બહુ વિચક્ષણ-વ્યવહારકુશળ હતા. એમણે શ્રુતજ્ઞાનના અને નિમિત્તના ઉપયાગ મૂક્યા. એમણે ભાવી અવદશા જોઈ. બીજી માજુએ એમણે જોઇ લીધુ કે તેમને ચેલે સિદ્ધ દૃઢ િવચારના હતા. એ લીધેલ વાત મૂકે તેમ ન હતા. એની માગણી વાસ્તવિક હતી, પણ એનું પરિણામ ગુરુને સારું ન દેખાયું. મનમાં એમને ખૂબ ખેદ થયા. અંતે વિચાર કરીને અત્ય‘ત દુ:ખતે હૃદયે ખેલ્યા.
ગુરુ—ભાઇ ! તારા આગ્રહ જવાના છે તેા જા. તને સત્બુદ્ધિ થાય એવી ઇચ્છા રાખુ છું. ભણીને વહેલા આવજે. પણ એક વાત કહું છું કે જો કાઇ પણ કારણે મન ભમી જાય તેા આ મારા આપેલેા આઘા ( રજોહરણ ) મને પાછે આપી જશે.
ગુરુના મુખ પર ગ્લાનિ ખૂબ દેખાણી. સિદ્ધને એમાં સહજ માનભંગ લાગ્યું. એણે પેાતાના કાન આડા હાથ મૂક્યા. પછી સભ્યતાપૂર્વક એલ્યા—
સિદ્—સાહેમ ! આ શું ખોલ્યા ? અરે ! એવી ઉપરઉપરની પારકાની વાણીથી મારા જેવા ફીટી જાય ? આપશ્રી આવી વાત શુ કરો છે ? મારે તા આપના જ આધાર છે. આપે તે જ્ઞાનદાનથી મારી આંખેા ઊઘાડી છે. આપના મનમાં આવા વિચારા આવે એથી પણ મને દુ:ખ થાય છે. કુળવાન માણસ પેાતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org