________________
પ્રભાવક ચરિત્રે સિદ્ધષિઃ ]
૩૩૭ ગુર–ભાઈ ! તારી વાત સાચી છે. જ્ઞાન તો દરિયો છે, એને કઈ દિવસ છેડે આવે તેમ નથી અને સાચી વાત તો એ જ છે કે જ્ઞાનની બાબતમાં કદી ધરાઈ જવું નહિ, પણ હવે તે ઠીક અભ્યાસ કર્યો છે, માટે આટલેથી સંતોષ રાખ.
ગુરુ વિચક્ષણ હતા. એ સિદ્ધના ચહેરા ઉપરથી સમજી ગયા કે એને વિશેષ અભ્યાસની તાલાવેલી લાગી હતી. આવા વ્યાખ્યાનકાર લેખક મહાન શિષ્યની સાચી શુદ્ધ વિકાસગર્ભા ભાવનાને–અભ્યાસ કરવાની રુચિને ગુરુમહારાજ દાબી દે એ કદી બને નહિ. ગુરુ દીર્ધદશી હોય તો શિષ્ય પર ખોટા હુકમ કરવાની અને પોતાનાં સ્થાનને લાભ લેવાની ઈચ્છા ન જ કરે.
આ ગુરુતે બહુ દીર્ઘ નજર પહોંચાડનારા હતા જ. તેથી એણે તુરત શ્રુતજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને બોલ્યા–ભાઈ સિદ્ધ! તારી અભ્યાસ કરવાની ઈચ્છા તો સારી છે, પણ ત્યાં જવામાં સાર નથી.
સિદ્ધ–સાહેબ! એમ કેમ કહો છો? ત્યાં જવાને હેતુ અભ્યાસ માત્ર છે. એમાં સાર જેવું નથી એમ આપશ્રીએ ફરમાવ્યું, તો કાંઈ વિશેષ સ્પષ્ટ કરે.
ગુજભાઈ ! એ દ્ધો અસત્યવાદી છે, એ સર્વ વસ્તુને ક્ષણિક માને છે; તેઓના તર્કમાં હેત્વાભાસો બહુ છે; એમાં કઈ વાર ચડી જવાય તે બધી વાત બગડી જાય. સિદ્ધ-એમ કેમ બને સાહેબ?
ગુરુ ભાઈ ! પ્રાણી નિમિત્તવાસી છે. આડીઅવળી દલીલમાં લપેટાઈ જતાં મન ડોળાઈ જાય અને એક વાર મન કરે ચડી ગયું, તો પછી લપસી જતાં વાર ન લાગે અને તેમ થાય તે અત્યારસુધી જે કાંઈ પુણ્યબળ એકઠું કર્યું હોય તે સર્વનો નાશ થઈ જાય. વળી તું ઘણું ભણ્યો છે, માટે એ વિચાર મોકુફ રાખ.
સિદ્ધ–સાહેબ! મારા સંબંધમાં એ ચિતા નકામી છે. મારા આટલા વખતના અભ્યાસથી આપશ્રીએ જાણ્યું હશે કે
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org