________________
પ્રભાવક ચરિત્ર સિહર્ષિ ]
૩૩૫ દાણિયચંદ્રને સમય શક સંવત ૭૦૦ ઈ. સ. ૭૭૯ છે એટલે તેને સંવત ૮૩૫ થયે. આ વાત જે બરાબર હોય તે તે શ્રી સિદ્ધર્ષિના સમકાલીન બની શકે નહિ. આગળ જે હકીક્ત રજુ કરવામાં આવશે તે પરથી જણાશે કે એતિહાસિક દષ્ટિએ દાક્ષિણ્યચંદ્ર અને શ્રી સિદ્ધર્ષિ સમકાલીન હોઈ શકે નહિ. એને માટે કુવલયમાળા કથામાં પુરાવા છે.
જે બન્ને વચ્ચે સવાસેથી વધારે વર્ષને અંતર હોય તે દાક્ષિયચંદ્ર અને સિદ્ધર્ષિ વચ્ચે જે વાતચીત પ્રભાવચરિત્રમાં આવી છે તે અશક્ય ગણય.
બીજી રીતે પણ તે વાત બનવાજોગ લાગતી નથી. કુવલયમાળા જેવી પ્રાસાદિક કથાના લેખક પિતાની કથા( કુવલયમાળા )ને અર્થોત્પત્તિ રસાધિથી ભરેલી કહે એ તદ્દન ન બને તેવી વાત છે. એ લેખકને આખે આશય પ્રેરણાત્મક હોઈ શકે, પણ પ્રેરણું કરવા જતાં પિતાની પ્રશંસા ન કરે. વળી ઉપદેશમાળાની ટીકામાં ગ્રંથપુરણ-ભરતીઉં થયું છે એ વાત પણ તેઓ ન જ કહે. ટીકામાં તે મૂળના શબ્દ ફરી ફરીને આવે જ એને ગ્રંથપૂરણ ન જ કહેવાય. મને આ આખો પ્રસંગ ન બનવાજોગ લાગે છે.
એક બીજી પણ વાત છે. આ પ્રમાણે હકીક્ત બની હોય એટલે શ્રી પ્રભાવક ચરિત્રકાર કહે છે તે પ્રમાણે વાત થઈ હોય તો ઉપમિતિ ભવપ્રપંચો કથા પ્રથમ બની અને બોદ્ધોને ત્યાં અભ્યાસ કરવા સિદ્ધર્ષિ પછી ગયા કરે. એમ હોય તે ઉપમિતિની પ્રશસ્તિમાં લલિતવિરતરાનો ઉલ્લેખ અને શ્રી હરિભદ્રસૂરિની સ્તુતિ તથા તેમને નમસ્કાર અને કુવાસનારૂપ વિષ ધોવાની તેમની પ્રશંસા અસ્થાને થાય છે એટલે એ સર્વ રીતે જોતાં આ દાક્ષિણ્યચંદ્રને પ્રબંધ મને કઈ પણ રીતે બંધબેસતા જણાતું નથી.
આ પ્રસંગમાંથી બે વાત તારવવા ગ્ય છે શ્રી પ્રભાચંદ્ર ઉપમિતિ કથા માટે નીચેનાં વિશેષણે વાપર્યા છે
દુધસંબદ્ધા (અન્યના દુધને બાંધી લે તેવી), આઠ પ્રસ્તાવથી ભરપૂર, રમ્ય, સુબોધ કથિત, વિદ્વાનનાં મસ્તકને ધૂણાવે તેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org