________________
૩૩૪
[ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિ : પણ રસ ભર્યો છે, અર્થગરવ ભર્યું છે. આ ઉપદેશમાળા લખીને તે તેં ખાલી ગ્રંથને જેમ તેમ કરીને પૂરો કર્યો છે.”
સિદ્ધ-આર્ય! એવા મહાપુરુષની સાથે તે સ્પર્ધા કરવાની કલ્પના પણ થાય ? એવા મહાપુરુષોની સાથે આપણે વાત કરવી એ તે નાને મહેઠે મોટી વાતો કરવા જેવું છે. જ્યાં હું અને કયાં એ મહાન કથાકાર ?”
આ પ્રમાણે જવાબ તે સિદ્ધર્ષિએ આપે, પણ એના મનમાં ચટપટી લાગી. ત્યારપછી એમણે ઉપમિતિભવપ્રપંચ ગ્રંથ બનાવ્યો. પ્રભાવક ચરિત્રકાર એ કથાગ્રંથને માટે નીચેના વિશેષણે વાપરે છે –“અતિ રમ્ય, સારે બધ થાય તેવી રીતે બનાવેલી, અન્યના દુર્બોધને બાંધી લે તેવી, આઠ પ્રસ્તાવથી ભરેલી અને વિદ્વાનનાં મસ્તકને ડોલાવે તેવી.”
ગ્રંથ બનાવીને સિદ્ધર્ષિએ દાક્ષિણ્યચંદ્રને બતાવ્યું. દાક્ષિણ્યચંદ્ર છક થઈ ગયા. એનું મસ્તક નમી પડ્યું અને માત્ર એટલું જ બેલ્યા કે “આર્ય સિદ્ધ! તને પ્રેરણું થાય અને તારી પાસેથી સારામાં સારી કૃતિ તે પ્રેરણને પરિણામે નીકળી આવે તેટલા માટે મેં તને ઉપર પ્રમાણે કહ્યું હતું. એ સર્વ તારા હિત માટે જ હતું. આ પ્રકરણ અહીં પૂરું થાય છે.
દાક્ષિણ્યચંદ્રને સમય કર્યો હતો, તેમણે કુવલયમાળા ક્યારે લખી, તેમના સંબંધી આ વાર્તા લખી છે તે કેટલી વિચારવા એગ્ય અને ટેકે આપવા ગ્ય છે તે સંબંધી ઘણું હકીક્ત વિચારવા જેવી છે. આપણે તે આગળ વિચારશું. દાક્ષિણયચંદ્રનો સમય
દાક્ષિણ્યચંદ્રના સમયના સંબંધમાં બહુ વક્તવ્ય છે તે હવે પછી આ ઉપોદઘાતમાં આવશે. એ આખે જુદે જ વિષય છે અને શ્રી સિદ્ધર્ષિના સમય પર પ્રકાશ પાડે તેમ છે. અત્ર તે આપણે શ્રી સિદ્ધર્ષિનું જીવનચરિત્ર પ્રભાવરિત્રના કર્તા કહે છે તે વિચારી જઈએ છીએ. હવે પછી તે હકીક્ત કહેવામાં આશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org