________________
-૩૩૨
[ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિ : જીવ પાળવી એ જ ખરી કુલીનતા છે.” પિતાએ એને ઘણું ઘણું સવાલો કર્યા, પોતાનું અગણિત દ્રવ્ય એને વારસામાં મળવાનું છે તેનું પ્રલોભન આપ્યું, એની માતાનાં અને સ્ત્રીનાં આસું સુકાતાં નથી એવી દિલ ઉશ્કેરનારી વાત કરી, પોતે બને ઘણું, વૃદ્ધ થઈ ગયા છે એ વાત જણાવી અને પિતાની હયાતીમાં પણ ધનને સદુપયોગ કરવાની પુત્રને છૂટ છે એવી સ્વતંત્રતાની લાલચ આપી. ઘણા સવાલ જવાબ થયા, પણ સિદ્ધનો નિશ્ચય અફર હતું, એની ભાવના સ્પષ્ટ હતી, એનું સાધ્ય ચોક્કસ થઈ ગયું હતું. એ પૈસાના કે સ્ત્રીના મેહથી લપટા નહિ, એને મોટા વારસાએ ફસાથે નહિ, એને પિતાની વૃદ્ધ ઉમરે મુંઝવ્યો નહિ અને પરબ્રહ્મમાં લીન થયેલા એના મનને જુગટા કે રખડપાટીના ખ્યાલે ખસેડયો નહિ. એને આગ્રહ એક જ રહ્યો “ગુરુમહારાજને પગે પડી વિજ્ઞપ્તિ કરે કે મને દીક્ષા આપે. ”
દુનિયાના અનુભવી વ્યવહારકુશળ વણિક મંત્રી શેઠ શુભંકર વસ્તુસ્થિતિ સમજી ગયા. એવી સ્થિતિમાં અત્યાગ્રહનું પરિણામ શું આવે તે કલ્પી ગયા અને વાતને બગાડવાને બદલે ગુરુમહારાજને વિજ્ઞપ્તિ કરી કે પુત્રને દીક્ષા આપે. ગુરુમહારાજને સ્વદયનું જ્ઞાન હતું. દીક્ષા યોગ્ય સ્વાદય સાધી સિદ્ધને નાની દીક્ષા આપી. પિતાની રજા લેવાનું શા માટે યોગ્ય ધારવામાં આવ્યું હશે અને રાતોરાત વિહાર કરી બીજે ગામ કે અન્ય રાજ્યમાં જઈ ગુરુએ સિદ્ધને દીક્ષા કેમ આપી નહિ હોય તેને જવાબ આ પ્રબંધમાં આવી ગયા છે તે શોધી લેવા ગ્ય છે. સિદ્ધની દીક્ષા
સિદ્ધને સુરતમાં પવિત્ર સ્વદય ઈ ગુરુમહારાજે દીક્ષા આપી. આને કાચી અથવા નાની દીક્ષા કહેવામાં આવે છે. શિષ્યની ચેગ્યતા તપાસવા તથા તૈયાર કરવા સારે વખતે આ દીક્ષા આપવામાં આવે છે. ત્યારપછી જરૂરી તેને જ્ઞાન પ્રાપ્ત થતાં અને તેની યોગ્યતા જણાતાં વડી દીક્ષા આપવામાં આવે છે. એને છેદેપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે છે. પ્રથમા દીક્ષા પુણ્યસ્વરદયે આપી તેથી એમ સમજવાનું લાગે છે કે તેને માટે મેટા મુહૂર્ત જેવાતા નહિ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org