________________
પ્રભાવક ચરિત્ર સિહર્ષિ ]
૩૩૧ સિદ્ધની ખબર લેતા હશે એમ જણાય છે. તેમણે સિદ્ધને સાદ કર્યો. જવાબ ન માન્યા. પત્ની તરફ જોયું તો તેના મુખ પર મંદતા
ઈ. શેઠે જાયું કે કાંઈ ન સમજાય તેવી હકીક્ત બની છે. સવાલ કરતાં સમજ્યાં કે સિદ્ધ રાત્રે ઘેર આવ્યું નથી. કેમ આવ્યું નથી ? એમ સવાલ પૂછતાં લક્ષ્મી દેવી શરમાયા, લજ્જાથી નીચું જોઈ રહ્યા અને પછી છેક જુગટને રસ્તે ચઢી ગયે હતે, દરરોજ મેડે આવતે હતો વિગેરે વાત કરી અને છેવટે ગઈ રાત્રે મોડે આવતાં તેને ઠેકાણે લાવવાને પોતે પ્રયોગ કર્યો હતે તે વાત કરી અને છોકરો ચાલ્યા ગયા છે, પાછો આવ્યો નથી એ વાર્તા પણ કહી. વ્યવહારકુશળ શેઠ સમજી ગયા કે લક્ષ્મી દેવીએ છોકરાને ઠેકાણે લાવવાના ઉત્સાહમાં કાચું કાપ્યું હતું. વ્યસને ચઢેલાને આકરાં વચને કહેતાં તે ઉત્કંઠ બને છે અને ઠેકાણે આવવાને બદલે હલકે માર્ગે વધારે ઊતરી જાય છે. મહેની શરમ છૂટી ગયા. પછી એને ઠેકાણે આવવાને અવકાશ ભાગ્યે જ રહે છે. સ્ત્રીઓ આટલી હકીકત ન સમજી શકે તેને પરિણામે વાત કરી છે એમ શેઠ સમજી ગયા. પણ લક્ષમી દેવીને કાંઈ ઠપકે ન આપે. ઘરમાં કલેશ વધી જાય એવી સ્થિતિ ન નીપજાવનાર એ શેઠ માત્ર એટલું જ બોલ્યા કે આવું જુગટાનું કાર્ય વણિકપુત્રને ઉચિત નથી. પછી શેઠ ઊંચે મને ઘરબહાર નીકળ્યા અને છોકરાને શોધવા લાગ્યા. આખરે એને સાધના ઉપાશ્રયમાં જે. એણે ધાર્યું હતું કે છોકરે હવે તદ્દન ઉદ્ધત થઈ ગયે હશે પણ એને બદલે એણે છોકરાને શાંતરસમાં ન્હાતા અને અનન્ય દેખાવ ધારણ કરતો જોયો. ગુરુમદિરે મંત્રી પિતા–
શેઠ તે આ દેખાવ જોઈ આશ્ચર્ય પામ્યા, એ જાણે સ્વદેહે સ્વર્ગમાં ગયા હોય એવું સુખ અનુભવવા લાગ્યા અને મીઠા શબ્દોથી પુત્રને વાત્સલ્ય કરવા અને ઘેર આવવાને આગ્રહ કરવા લાગ્યા. સિદ્ધને નિર્ણય પાકે હતે. એણે કહ્યું કે માતાએ તેને જેનાં દ્વાર ખુલ્લાં હોય ત્યાં જવાની આજ્ઞા આપી છે અને તેને અર્થ છે એમજ સમજે છે કે કઈ શાંતરસરાજના ખરા ખપીની પાસે ચાલ્યા જવું. પછી તેણે પિતાને સમજાવ્યું કે “માતાની આજ્ઞા જાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org