________________
૩૩૦
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ :
તેની પાસે ચારિત્ર પાળવામાં મુસીખત કેટલી પડે છે તેની હકીકત જણાવી. કાઈ સામાન્ય મુનિ આવે વખતે એને ચેલા બનાવી દેત, પણુ આ તે શ્રુતજ્ઞાની હતા, મહા દીર્ઘ દ્રષ્ટિવાળા હતા, જૈનશાસન પર એવા કાર્ય ની શી અસર થાય તે સમજવાવાળા હતા, શુભ કર શ્રેણીનું એ નગરમાં–રાજ્યમાં શું સ્થાન હતુ તે સમજનાર હતા અને એક ઉતાવળા કાર્યથી સમાજશરીરને કેટલું સહન કરવુ' પડે છે તેની કલ્પના કરવાની શક્તિવાળા હતા. એમણે સ્થૂળ ત્યાગ પણ કેટલેા મુશ્કેલ છે તે જ્ગાજ્યું, એણે લેાઢાના ચણા ચાવવા જેટલી તેની મુશ્કેલી રજૂ કરી, એણે તપના વિભાગ સમજાવ્યેા, સંયમ, બેસ્વાદ લેાજન, નીચ મનુષ્યેાની ટીકા, લેાચ, બ્રહ્મચર્ય, ગાચરી વિગેરેની વાર્તા સમજાવી અને તેવા ત્યાગ કરવા સિદ્ધ તૈયાર છે કે નહિ તે જાણવા સીધા સવાલ કર્યા. પણ સિદ્ધ તેા રાતના અભંગ દ્વાર જોઇ અંતરથી પલટી ગયા હતા. એણે ગુરુમહારાજને સાતે મુદ્દાના સ ંતાષકારક જવાખ આપ્યા. ખાવાપીવાના ઢંગધડા વગરના જુગારીને એમાંની એક પણ ખખત મુશ્કેલ નહેાતી. એણે તા તુરત જ દીક્ષા લેવાની વાત કરી.
ગુરુમહારાજ શાસ્ત્ર અને સંપ્રદાયના જાણુકાર હતા, વ્યવહારકુશળ હતા અને દીર્ઘ નજરે સમાજશરીરને થતી અસરા પનાખળથી જોનારા હતા. તેમણે કહ્યું “ કાઇએ અમને નહિ આપેલ (અન્નત્ત ) અમે લેતા નથી, માટે તું અહીં એક દિવસ સ્થિર રહે, રાહ જો; જેથી અમે તારા પિતાને ખબર આપીએ.” મૂળમાં અહીં વિજ્ઞાપના શબ્દ વાપર્યા છે. જેના પિતા હયાત હાય તેના પુત્રને દીક્ષા આપવામાં અદત્તાદાનના દોષ ગણાતા હાય એમ આ ગર્ષિનું માનવું જણાય છે. ગમે તેમ હા, પણ એણે દીક્ષા લેવા ઇચ્છનારના માબાપને વિજ્ઞાપના કરવાની પેાતાની કૂજ તા જરૂર જણાવી. આ હકીકત ખૂબ વિચારવા જેવી છે, પ્રાચીન જૈન રીતિ કેવી હશે તેના ખ્યાલ આપનારી છે. સિદ્ધે ગુરુમહારાજના આ નિર્ણયને અનુમાદન આપ્યું.
થુલકર અને લક્ષ્મી દેવી
શુભંકર શેઠને ત્યાં શું થયુ તે જોઈ જઈએ. રાજકાજથી થાકી ગયેલા અને ઘરે આવી ઊંઘી ગયેલા શેઠ સવારે ઉઠ્યા. સવારે શેઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org