________________
૩૮
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ ઃ
અરેખર અનુકરણીય દેખાય છે અને વાત્સલ્ય કેવું હાય તેના દાખલા પૂરા પાડે છે. આગ્રહપૂર્વક સવાલ કર્યો, પણ સાધ્વી વધૂ એમ કાંઇ પતિની વિરુદ્ધ વાત કરે ? ઉડાવવાના વામ આપ્યા, પણ માયાળુ સાસુના વાત્સલ્યને આખરે વશ થઈ અને પતિ મેાડા આવે છે એટલુ કહી દીધું. ઉપાય ઊંધા પડેથો
સાસુએ વહુને સુઈ જવા કહ્યું. પેાત જાગતી બેઠી. રાત્રે મધ્યરાત ગયા પછી પુત્ર આવ્યેા. બારણા ખખડાવ્યા. લક્ષ્મી માતાએ અંદરથી ‘ અત્યારે માડી રાતે કાણુ છે? ’ એવા સવાલ કર્યાં. સિદ્ધે જવાબ આપ્યા એટલે ખાટે–દેખાવને ક્રોધ કરી માતાએ કહ્યું કે ‘ આવી માડી રાત રખડનાર પોતાના પુત્ર સિદ્ધ હાય એમ પાતે માનતી નથી.’ ‘ અત્યારે ક્યાં જઉં ? ' એવા સવાલ પૂછતાં ‘અત્યારે જેના દરવાજા ખુલ્લા હેાય ત્યાં જા.` એવા કડક જવાબ આપ્યા.
માતામાં વાત્સલ્યને પાર નહાતા, દીકરા એકના એક હતા અને માતાએ તને ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું હતું. પ્રેમ-વાત્સલ્ય એક બાજુએ હાય અને બીજી બાજુએ યોવનના ઉન્માદ હેાય ત્યાં કાના વિજય થાય એ આર્ય સતી કલ્પી શકી નહિ. વ્યસનીને ઠેકાણે લાવવામાં આવા ઉપાય કદી સફળ ન થાય અને ઊલટું વ્યસની પાનાના વ્યસનમાં મજબૂત થઇ જાય, વળી આંખની શરમ જતાં તદ્દન હાથથી ચાલ્યેા જાય એ વાત આર્યા લક્ષ્મી સમજી શકી નહીં. ઉઘાડા દ્વારે પહોંચ્યું —
માનભંગ થયેલે। સિદ્ધ ઊભેઊ ન રહ્યો. અને માટે એક કડવુ વચન પૂરતુ હતુ. એ તુરત ચાલ્યા અને રસ્તે જતાં અણુગારનાં દ્વારા ઊઘાડાં જોયાં. જૈન સાધુઆનાં દ્વારા ઊઘાડાં જ હાય છે. એમની વસ્તુ કાઇ ચારનાર ન હેાય, એમની પાસે ચારાઇ જાય તેવી વસ્તુઆ ન હેાય અને અમની પાસે કાઈ જાતનું જોમ ન હોય અટલે એના દરવાજા ખુલ્લા જ હાય. પ્રસંગનુ વધુ ન વાંચતાં રાત્રિના ચાર વાગ્યા લગભગના સમય જણાય છે. સાધુઓ પૈકી કોઈ ધ્યાન કરતા હતા, કાઇ પાઠ કરતા હતા અને કે ધર્મક્રિયા કરતા હતા. સિદ્ધ દૃઢ નિર્ણયવાળા હતા. એનુ અપમાન થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org