________________
પ્રભાવક ચરિત્રે સિહર્ષિઃ ]
૩ર૭ નથી. વિશેષ સાધન મળતાં આ બાબત જરૂર ફરી તપાસાઈ શકાશે એમ ધારી પ્રભાવકચરિત્રમાંના શ્રી સિદ્ધર્ષિ પ્રબંધમાં આગળ વધીએ. સિહનું બાલ્ય
વર્મલાત રાજાને ત્યાં વણિકની દિવાનગીરી હતી. દિવાન હતા સુપ્રભદેવ. એ સુપ્રભદેવના પુત્ર શુભંકર અને દત્ત. શુભંકર અને દત્ત કેટિધ્વજો હતા. તેમના મકાન પર ધ્વજા ઊડતી હતી. દત્તની ચાલચલગત બહુ ઊંચા પ્રકારની હતી. શુભંકર શેઠને લક્ષમી નામની અતિ પવિત્ર પત્ની હતી. એમને સિદ નામનો પુત્ર હતો. એ સિદ્ધને ધન્યા નામની અતિ રૂપવતી સ્ત્રી સાથે પરણાવ્યો હતો અને તેની સાથે તે દેવ જેવા સુખ ભોગવતો હતો. પણ ચેવન, પ્રભુતા અને ધનસંપત્તિએ એને બગાડ્યો. એ જુગટાની લાલચમાં લપેટાઈ ગયે અને રાત્રે રખડવા માંડ્યો. ચારિત્ર અને ચગ્ય અભ્યાસ વગર મેટી સંપત્તિને ખોળે બેસનારને આવું ઘણી વાર બને છે. લક્ષ્મીને એ શ્રાપ છે અને ચગ્ય સંસ્કરણ એ એક જ તેને ઉપાય છે. મોટા વ્યવસાયવાળા માણસે પિતાના પુત્ર ઉપર પૂરતી દેખરેખ રાખી શક્તા નથી અને સર્વ તોફાન થઈ ગયા પછી મોડી મોડી સાન આવે છે ત્યારે માલુમ પડે છે કે સર્વ તોફાન તો થઈ ચૂકેલ છે
શરૂઆત તો નાના પાયા પરથી થઈ, પણ દુર્વ્યસનની લાલચમાં પડ્યા પછી પાછું હઠવું લગભગ અશક્ય છે. સિદ્ધને તેમજ થયું. એના મિત્ર એને વારતા ગયા એમ એ જુગટાના વ્યસનમાં વધારે ઊંડે ઉતરતે ગયે અને પછી ધીમે ધીમે તે એણે શરમને પણ નેવે મૂકી. એણે જુગટને સર્વસ્વ માન્યું અને મોડી રાત સુધી રખડવા લાગ્યા. વ્યસનને ભેગ
આખરે સિદ્ધ તદ્દન હાથથી ગયે. એની અતિ પ્રેમાળ પત્ની રાતના રાહ જોઈ બેસી રહે અને ઉજાગર કરી અજપ કરે. આખરે એની અસર ધન્યા સિદ્ધની પત્ની)ના શરીર પર થઈ. મનની ચિંતા અને શરીરને આરામની અલ્પતા આખરે જણાઈ આવી. એની ચાર સાસુ લક્ષ્મી ધન્યાની આંતરવ્યથા જઈ શકી અને વારંવાર પ્રત્રન કરી ધન્યાના અંતરમાં ઉતરવા લાગી. ગૃહવત્સલ સાસુ બેલતાં બોલતાં રડી પડી. આ સાસુને વહુ તરફનો ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org