________________
૩૬
[ ઐતિહાસિક નજર સિાહર્ષિ કારણે અત્યાર સુધી લભ્ય થયાં છે અને ઉપર તપાસાયાં છે તેમાંનું એક પણ કારણ હજુ છેવટના નિર્ણય ઉપર લઈ જવામાં સાધનભૂત થાય તેમ લાગતું નથી. એમ કરવામાં કદાચ માલ કવિ નવમા સેકાના મધ્ય ભાગમાં જાય તો તેમાં મને વાંધે લાગતું નથી. સુપ્રભદેવને એક વેલે ઉતાવળે ચાલ્યું હોય અને બીજે ઠંડે ચાલ્યા હોય તે ચાળીશ પચાસ વર્ષના અંતર બે પેઢીએ પડવાજોગ છે. વળી માઘ કવિએ બાળવયે અભુત કાવ્યચાતુર્ય દાખવ્યું હોય અને શ્રી સિદ્ધર્ષિ દુનિયાના અનુભવ લઈ, બદ્ધોને અભ્યાસ કરી, જીવનની આખરે અનુભવ ગ્રંથ લખવા ઉઘુક્ત થયા હોય તે પણ ૫૦ વર્ષને અંતર સહજ પડી જાય. આ સર્વ જોતાં કવિ માઘને નવમા સેકાના પ્રથમાર્યમાં મૂકવામાં આવે તો તેથી શ્રી સિદ્ધર્ષિના ગ્રંથકર્તુત્વના ઈ. સ. ૯૦૬ સાથે ખાસ વિરોધ આવતું નથી.
મિ. પંડિત સહજ સંકોચ સાથે અનુમાન કરીને કવિ માઘને આઠમા સૈકાની આખરે મૂકે છે, પણ નવમાની શરૂઆતમાં તે ન હોય એમ કહેવા માગતા નથી.
આ સંબંધી છેવટને નિર્ણય થવો મુશ્કેલ છે, પણ જે સફાઈથી અને યુક્તિથી જૈન દંતકથાને પસાર કરી દેવા પ્રયત્ન થયો છે તે પદ્ધતિ અને વાસ્તવિક લાગી નથી અને દલીલ બંધબેસતી જણાવ્યું નથી. વસંતગઢને લેખ જરૂર છુંચવણ કરે તેવો છે. એ લેખ પ્રમાણે તે માઘ કવિ ઘણુ પુરાણું થાય છે. વર્મલાતની બાબતમાં નિર્ણય કરવા ઉપર તે લેખની કિમતનો આધાર રહે છે અને અન્ય હકીકત તેમાં કાંઈ છે નહિ તેથી ખાસ નિર્ણય થઈ શકતો નથી, છતાં એ લેખમ વર્મલાત રાજા માઘ કવિના સમયને જ હોય એવું જોડાણ કરનાર કાંઈ વસંતગઢના લેખથી પ્રાપ્ત થતું નથી.
આવી અચોકકસ સ્થિતિમાં જ આ હકીકત રહેશે. જ્યાં સુધી જેનેના કાવ્યગ્રંથેને બરાબર અભ્યાસ અને તે પરથી ઐતિહાસિક અનુમાને પર નિરીક્ષણ થઈ જશે નહિ ત્યાં સુધી આવી જ સ્થિતિ રહેવાની હોય એમ જણાય છે. આ બાબતમાં એક પણ બાજુએ આગ્રહ કરવાનું કોઈ કારણ નથી અને શ્રી સિદ્ધર્ષિની ખ્યાતિ એના પિતાના જોર પર હાઈ એ બાબતમાં ખેંચતાણ કરવાનું કારણ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org