________________
પ્રભાવક ચરિત્રે સિંહર્ષિ : ]
૩રપ
વિરાય લાગતા નથી. આન ધ્રુવ નના સમય કાશ્મીરના અવતીવો સાથે આવે છે અને તેના સમય ઈ. સ. ૮૫૫ થી ૮૮૪ છે અને કવિ સિદ્ધર્ષિએ ઉપમિતિ કથા ઈ. સ. ૯૦૬ માં પૂરી કરી છે. વિ માઘ જો પ્રધાનપુત્ર હાય તેા પેાતાના જીવનકાળમાં પણ માટી ખ્યાતિ મેળવી શકે અને તેના સમય નવમા સૈકાના મધ્ય ભાગમાં હાય અને શ્રી સિદ્ધષિનું આયુષ્ય લાંબુ હાય તેા તેના ઉપમિતિ ગ્રંથરચનાના સમયને અને તેના માઘ કવિના ભાઇ હાવાને ખાસ વિરાધ જણાતા નથી.
આપણે પુરાણા સમયના ઐતિહાસિક લેખકા પ્રમ ધચિતામણિ, Àાજપ્રબંધ કે પ્રભાવચરિત્ર જેવા પુસ્તકા લખનારને માત્ર અનુમાન ઉપર રદ ન કરી શકીએ. એક એ લેખકેાએ એવી પણ *લીલ કરી છે કે જૈન લેાકેાને તા એવી ટેવ છે કે પૂર્વ કાળના જે સારા લેખકા હાય તેમને તે પોતાના મતાવવા પ્રયત્ન કરે છે અથવા કાઇ પણ રીતે જૈન સાથે તેને જોડવા મથે છે. આ અનુમાન અસગત જણાય છે. આવા ખ્યાલ ઉપરથી ઐતિહાસિક લેખકાએ લખેલ હકીક્ત ઊડાવી દેવી એ અન્યાયભરેલું લાગે છે.
જો કાઈ એમ માનતા હાય કે માધ વિના કાકાના દીકરા થવાથી શ્રી સિદ્ધર્ષિની આબરૂ વધે છે તે તેમાં કાંઇ દમ નથી. શ્રી સિદ્ધર્ષિની ખ્યાતિ એના કાવ્યમાં છે, એના અભ્યાસમાં છે, એના ચાતુર્ય માં છે, એના ભાષા પરના કાબૂમાં છે, એના મનુષ્યસ્વભાવના અભ્યાસમાં છે, એમની વિવેકશક્તિમાં છે, એમના સર્વગ્રાહી જ્ઞાનમાં છે. એટલે જૈન કવિને કાઇ મહાકવિના સગા બનાવવાથી એની કિંમત વધશે એ આક્ષેપને અર્થ કે મૂલ્ય વગરના ગણી આપણે સહેજ રીતે આ ખામતના ન્યાય આપવા પ્રયત્ન કરવા જોઈએ. એમાં ઐતિહાસિક શુદ્ધ ગવેષકદ્યષ્ટિ સિવાય કાઈ પૂર્વ ખ્યાલ કે ઊર્મિને સ્થાન ન જ હાવું જોઇએ.
સદર ત્રણે ઇતિહાસકાર શ્રી સિદ્ધર્ષિ પછી ત્રણ સૈકાની અંદર લગભગ થયા છે. એટલે તેઓને હકીકત જાણવાની તક વધારે સુલભ્ય હતી. તેઓએ જે હકીક્ત લખી છે એ ખરી જ છે એમ કહેવાને આગ્રહ નથી, પણ તે હકીક્ત ખનાવટી છે એમ કહેવા માટે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org