________________
પ્રભાવક ચરિત્રે સિહર્ષિ ]
૩૨૩ સમાનપદે સામસામી જોઈએ તે માઘની કળા અપૂર્વ, લેખનશક્તિ મજબુત અને રત્નાકરની ઢીલી તથા પાછળના પડતા સમયની જણાય છે. એટલા ઉપરથી ચર્ચા કરીને ડે. કેબી નીચેની તારવણું સદર લેખમાં કરે છે. ૧. માઘના ઉતારા આનંદવર્ધને કર્યા છે તેથી તે નવમા સૈકાની
પછીનો ન હોય. ૨. વામને તેના ઉતારા કર્યા છે તેથી પણ એક યુગ પહેલાં તે
હવે જોઈએ (અભિનવગુપ્ત કહે છે કે વામનના પુસ્તકથી આનંદવર્ધન માહિતગાર હતા તે વાત સત્ય હોય તો આ વાત ટકી શકે તેવી છે.) ૩. રત્નાકર જે જયપીડના સમય( ૮૩૫–૮૪૭ ઈ. સ.)માં થયો
તેણે માઘનું અનુકરણ કર્યું છે તેથી તેની પહેલા માઘ કવિ થયેલા હોવા જોઈએ.
આટલા ઉપરથી માઘને સમય આઠમા સૈકા પૂર્વને હેઈ તેને માટે પ્રભાવકચરિત્રમાં જે દંતકથા મૂકવામાં આવી છે તે બરાબર નથી એમ . જેકેબીને મત છે.
શ્રીયુત પંડિત ઉપરના અનુમાન કરતાં આગળ વધે છે. એ પોતાના ઉલ્લેખમાં આનંદવર્ધનની ઉપરોક્ત હકીકત ઉપરાંત નીચેની બાબત ઉમેરી માઘ કવિને આઠમા સૈકાના છેવટના ભાગ ઉપર મૂકે છે. ૧૧. કેનેરીઝ લેખે શક ૧૧૨ ના છે તેમાં માઘનું નામ આવે છે. ૨. રાજા જ પિતાના સરસ્વતીક ઠાભરણમાં માઘના ઉતારા કરે છે. ૩. સેમદેવ કવિ યશસ્તિલકચંપૂમાં ભેજના ઉતારા કરે છે અને
સદર ગ્રંથ શકે ૮૮૧ માં પૂરો થયો છે. આ ગ્રંથ પૂરો થયો ત્યારે રાષ્ટ્રકૂટમાં રાજા ત્રીજે કૃષ્ણરાજ રાજ કરતો હતો અને રાષ્ટ્રકૂટના છેલ્લા રાજા કક્કલને તૈલપે હરાવ્યું હતું અને તે જ તેલ ભેજના કાકા મુંજને કેદી કર્યો હતો. આ સર્વ બરાબર હોય તે ભેજની પહેલાં રાષ્ટ્રકૂટ આવે અને તેના સમયમાં એમદેવ આવે એટલે માઘ કવિના ઉતારા કરનાર તેથી પહેલાં આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org