________________
૩૨૨
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ છે. આનંદવર્ધનના ધ્વન્યાલકમાં કવિ માઘના શિશુપાલવધના
કેના ઉતારા છે. જુઓ પાંચમા સને ૨૬ મે અને ત્રીજાને ૫૩ મે લેક. સિદ્ધર્ષિના કહેવા પ્રમાણે તેમણે સંવત ૬૨ માં ઉપમિતિ કથા પુરી કરી એટલે તે ઈ. સ. ૯૦૬ થાય. - હવે અવંતીવર્માના વખતમાં આનંદવર્ધન પૂરતી ખ્યાતિ મેળવે અને તે માઘ કવિના ઉતારા કરે તેટલી માઘની ખ્યાતિ થઈ ગઈ હોય તે ઈ. સ. ૮૫૫ લગભગમાં બનવું અસંભવિત ગણાય.
એ ઉપરાંત શિશુપાલવધના ત્રીજા સર્ગને ૩૩ મે લેક મણે
મા વિરની મુકુલના અભિધાવૃત્તિ માતૃકમાં ટાંક્યો છે અને તેને સમય ઈ. સ. ૮૭૫-૯૦૦ છે.
શિશુપાલવધના ચાર કે કાવ્યાલંકાર વૃત્તિમાં વામન ટકે છે. વામનને સમય સુકરર નથી થયે, પણ અગિયારમી સદીમાં અભિનવગુપ્ત તેના ઉતારા કરે છે અને આનંદવર્ધને વામન માટે એક કાવ્ય લખ્યું છે તેમ કહે છે. આથી એમ જણાય છે કે આનંદવર્ધનથી વામન વધારે પુરાણે છે અને ઉપર જણાવ્યું તેમ આનંદવર્ધનને સમય અવંતીવર્મા સાથે છે. આ હકીક્ત પણ માઘને માટે ઉપગી છે.
આ પ્રમાણે વિચાર કરતાં તે માઘને સમય નવમી સદીની આખરે જાય, પણ તે રાજતરંગિણીની હકીક્તથી વિરુદ્ધ જાય છે. આ બન્ને વિદ્ધ વાત થઈ. પ્રભાવકચરિત્રકારને મત રાજતરંગિણીની સામે મૂકી બનેમાંથી કઈ હકીક્ત વધારે બનવાજોગ છે તે વિચારીએ. આનંદવર્ધને અવંતીવર્માના વખતમાં પ્રસિદ્ધિ મેળવી હતી એમ કહાણુના કહેવાથી જણાય છે. કહાણ તે માટે ચારનાં નામો આપે છેઃ મુક્તાકણ, શિવસ્વામી, આનંદવર્ધન અને રત્નાકર. એ ચારે અવંતીવમના સમયમાં પ્રસિદ્ધિ પામ્યા. (અથવા એમ કહે છે.) આનંદવર્ધન વામનના ઉતારા કરે છે અને વામન માઘના ઉતારા કરે છે, તેથી કેટલાક એમ અનુમાન કરે છે કે માઘ કવિ આઠમા સેકાથી મોડા તો ન જ હોઈ શકે.
બીજી રીતે જોઈએ તે રત્નાકર જે આનંદવર્ધનને સહયુગગામી તેણે માઘનું ઘણું અનુકરણ કર્યું છે અને બન્નેની કવિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org