________________
૩૨૦
[ઐતિહાસિક નજરે સિહર્ષિ : પણું છે અને તે વાત પ્રભાવકચરિત્રકારે લીધી છે તેની હકીક્ત આગળ ચર્ચવામાં આવશે.
આ કવિવંશવનમાં વમલ નામ જે રાજાનું બતાવવામાં આવ્યું છે તેનું ખરું નામ વર્મલાત જણાય છે અને તેની સાક્ષી વસંતગઢને સદર શિલાલેખ પૂરે છે.
આ વર્ણન ઉપરથી જણાય છે કે માઘ કવિના પિતા દત્તક અને દાદા સુભદેવ હતા. આ હકીકત પણ ઉપગી છે. કવિવર માઘને સમય
પ્રથમ આપણે માઘ કવિને સમય વિચારી જઈએ. એ સંબંધમાં બહુ લખાયું છે. સર્વથી સીધો પુરા વસંતગઢને શિલાલેખ આવે છે. એ આ લેખ અત્ર લખી શકાય નહિ અને તે પરની ચર્ચા રજૂ કરતાં પણ સ્થળસ કેચના નિયમને ભંગ થાય. તે લેખથી સાબિત થાય છે કે એ વર્મલાત રાજા સંવત્ ૬૮૨ માં વિદ્યમાન હતા. વળી એ વસંતગઢના લેખમાં વર્મલાત નામ સ્પષ્ટ આપ્યું છે એટલે એના ચર્મલાત ધર્મલાભ વિગેરે અનેક પાઠાંતરો આપ્યા છે તે અશુદ્ધ છે.
એ લેખ ઉપરથી એમ અનુમાન થાય કે વર્મલાત રાજાના મંત્રી સુપ્રભદેવના પુત્ર દત્તકને પુત્ર માઘ કવિ થાય. એને સમય સંવત ૭૫૦ એટલે સાતમી સદીની આખર લગભગ ગણાય. આટલી વાત માઘકવિના સમયને અંગે ધ્યાનમાં રાખવાની છે.
એ સંબંધમાં બીજા કેટલાક પુરાવાઓ તપાસીએ –
કવિ માઘના સમય માટે નીચેના ત્રણ ઉપાડી લેખ મને મન્યા છે તેને આધારે આ ચર્ચા કરી છે. 1 The Date of poet Magha by John Clatt ( Vienna
Oriental Journal Vol. IV pp. 61-71.) 2 Anandavardhana & Date of Magha by Hermann
Jacobi ( Vienna Oriental Journal Vol. IV ( 1890 ) pp. 236 to 244.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org