________________
પ્રભાવક ચરિત્રમાં શ્રી સિહર્ષિને પ્રબંધ ]
૩૧૭ સદર ગ્રંથના કર્તા પ્રભાચંદ્રસૂરિ છે. એ નિર્ણયસાગર મુદ્રણના તંત્રીએ એના કર્તાનું નામ ચંદ્રપ્રભસૂરિ બતાવ્યું છે ત્યાર પછી એમ ને એમ ચાલ્યું છે. પ્રત્યેક પ્રબંધને શૃંગ કહેવામાં આવે છે અને પ્રત્યેક શૃંગની આખરે એક લેક મૂકયે છે તેમાં જણાવ્યું છે કે ચંદ્રપ્રભસૂરિની પાટે શ્રી પ્રભાચંદ્રસૂરિ આવ્યા તેમણે આ ગ્રંથ બનાવ્યું અને ગ્રંથને છેડે લંબાણ પ્રશસ્તિ ર૪ લેકની લખી છે તે પરથી આ ગ્રંથ પ્રભાચંદ્ર સૂરિ મહારાજને બનાવેલો ચોક્કસ થાય છે અને ગ્રંથની તારિખ “વેદનલ શિખિ શશિધર ” સંજ્ઞા આપી છે તેથી સંવત ૧૩૩૪ મુકરર થાય છે. ગુર્જર દેશે ભિલ્લમાલ
પ્રભાવક ચરિત્રના શ્રી સિદ્ધર્ષિ પ્રબંધ ઉપર આપણે દષ્ટિ નાખી જઈએ. ગુજર દેશમાં શ્રીમાલ નામનું નગર છે. અહીં આપણે જરા ભીએ. શ્રીમાલ અને ભિલ્લમાલ સંબંધી ઈતિહાસ તપાસતાં જણાય છે કે તે હાલ મારવાડમાં આવેલ ભિલ્લમાલ ગામ છે. તે અસલ ભિલ્લમાલ અથવા શ્રીમાલ કહેવાતું હતું. ગુજર–૨ ઉપરથી ગુજરાત નામ પડેલું જણાય છે. અસલ એને વિસ્તાર ઘણે મેટે હતો. અત્યારના ગુજરાત ઉપરાંત તેમાં અત્યારનું આખું કાઠિયાવાડ અને મુંબઈ સુધીના પ્રદેશને તેમાં સમાવેશ થતો હતો અને મારૂ વાડને ઘણે વિભાગ ગુજર-રાષ્ટ્રમાં આવતો હતો. એ ગુર્જર અથવા ગુજજર લેકનું અસલ રાજ્ય પંજાબમાં આવેલું હતું અને અત્યારે પણ ત્યાં ગુજરાત પ્રાંત છે. ઉત્તર ગુર્જર રાષ્ટ્રની રાજધાની પાંચમા છઠ્ઠા સૈકામાં ભિન્નમાલ જણાય છે અને દક્ષિણ પ્રદેશની રાજધાની નાંદિપુરી ( હાલનું નાંદેદ) જણાય છે એને ઘણે વિસ્તીર્ણ ઈતિહાસ છે જે માટે જુઓ ગુજરાતને પ્રાચીન ઈતિહાસ અને ટેનું રાજસ્થાન. શ્રીમાલનું નામ ભિલ્લમાલ ભેજ અને માઘના સમયમાં થયું છે તે સંબંધી જાણવા લાયક કથા પ્રબંધચિંતામણિમાં ભેજપ્રબંધમાં આવે છે. (ભાષાંતર પૃ. ૧૧૦) વર્મલાત રાજા
પ્રભાવક ચરિત્ર પ્રમાણે શ્રી સિદ્ધર્ષિને જન્મ ગુર્જર દેશના શ્રીમાલ નગરમાં થયેલ હતું. ત્યાં વર્મલાત નામને રાજા હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org