________________
ગ્રંથકર્તાને પરિચય : ]
૩૧૩ કહ્યું છે તે આ સંસારમાં સર્વજ્ઞશાસનની પ્રાપ્તિ થયા પહેલાં અહીંતહીં ચારે ગતિમાં રખડનારે મારો જીવ જાણ” અને પૃષ્ઠ ૨૧૭ (પ્રથમ પ્રસ્તાવ) માં ઉપસંહાર કરતાં સ્પષ્ટ કહે છે કે “મેં મારા જીવની અપેક્ષાએ અહીં જે જે કહ્યું છે તે ઘણે ભાગે સર્વ છોને લાગુ પડી શકે તેવું છે. ” છતાં આ કથા લખવામાં એમને પિતાની ખ્યાતિનો વિચાર નહોતે, પણ બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખીને એમણે પોતાનું ચરિત્ર લખ્યું છે – ૧. લેખકશ્રીની એવી દઢ માન્યતા હતી કે આત્મનિંદા કરવાથી
ઘણે લાભ થાય છે. (પૃ. ૨૧૭). ૨. પિતે એક એવું ચરિત્રં લખવા માગતા હતા કે જે સર્વ જીવોને
લાગુ પડે અને તે દ્વારા સંસારને પ્રપંચ બતાવાય અને શુદ્ધ માર્ગના રસ્તા રજૂ કરાય, અને સાથે તેમ કરતાં તે દ્વારા ગ્રંથને સંકેત બતાવાય.
આ ચરિત્ર લખવાને હેતુ તેઓને પિતાનું જન્મચરિત્ર લખવાનો નહોતે પણ પોતાને સંસારના સર્વ પ્રપંચો બતાવનાર એક સુંદર ગ્રંથ લખો હતો અને તેના પ્રત્યેક અર્થમાં ઊંડા આશય ઉતારો હતો. આશય જે વારંવાર બતાવે તે ગ્રંથગેરવ વધી જાય અને કથાની મીઠાશ ચાલી જાય. તે સર્વ દૂર કરવા માટે ગ્રંથની શરૂઆતમાં પોતાનું નાનકડું ચરિત્ર લખી નાખી તેના પ્રત્યેક શબ્દની યોજના બતાવી, પ્રત્યેક ગતિની ઉપયુક્તતા રજૂ કરી, સંકેત બતાવી, પછી જણાવી દીધું કે હવે જે કથા રચવામાં આવે છે તેનો પ્રત્યેક શબ્દ અર્થગર્ભિત, આશયગર્ભિત અને રહસ્યગર્ભિત છે તે વાંચનારે સમજી લેવું. આ પ્રકારને આશય તેમણે પૃ. ૨૧૬ માં બરાબર બતાવ્યો છે. એટલે આત્મચરિત્ર લખનારમાં સ્કૂલના થવાનો સંભવ રહે તેને અહીં તદ્દન અભાવ જ છે.
હવે તેમણે જે પિતાનું ચરિત્ર પ્રથમ પ્રસ્તાવમાં રજૂ કર્યું છે તેમાં કાંઈ અંગત તત્વ છે કે સામાન્ય વાર્તા છે તે જોઈએ. પ્રથમ પ્રસ્તાવમાં તેમણે જે ચરિત્ર લખ્યું છે તેના બે વિભાગ પડી શકે તેમ છે:
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org