________________
ગ્રંથામ : ]
૩૧૧ (1) પ્રથા– (ગ્રંથ-ક તેનું અગ-પરિમાણ ) છેવટે લખે છે કેग्रन्थानमस्या विज्ञाय कीर्तयन्ति मनीषिणः ॥ अनुष्टुभां सहस्राणि प्रायशः सन्ति षोडश ॥ २३ ॥
બુદ્ધિવાળા મનુષ્ય આ ગ્રંથનો ગ્રંથાગ જાણીને કહે છે કે એ લગભગ અનુષ્ટ્રભની રીતે સેળ હજાર છે.”
અગાઉ દરેક પુસ્તકનું પ્રમાણ છેવટે લખવાનો રિવાજ હતો. અત્યારે જેમ પૃષ્ઠો આટલાં છે અને કદ ( રેયલ, ડીમી, સુપરરોયલ વિગેરે) આ છે એમ ગણાય છે તેમ લખેલ પ્રતાના ગ્રંથ ગણુતા હતા. ગ્રંથ એટલે ૩૨ અક્ષર, બત્રીશ અક્ષરને એક ગ્રંથ ( ક) ગણુ જેટલા ગ્રંથ થાય તેટલે અમુક ગ્રંથને ગ્રંથાગ કહેવામાં આવે. લહીઓને કેપી કરવાના પૈસા અપાતા તે પણ ગ્રંથાગ્ર ઉપર મુકરર કરવામાં આવતા. લખેલી પ્રત વેચાતી લેવામાં આવે તે પણ ગ્રંથાગ ઉપર લેવાતી. ઘણે ભાગે એક હજાર લોકને ભાવ કરવામાં આવતે. ગણતરી ગણવા માટે ગમે ત્યાંથી એક એક પંક્તિમાં કેટલા અક્ષરો આવ્યા છે અને પ્રત્યેક પાના પર કેટલી પંક્તિ છે તે ગણ-ગુણાકાર કરવામાં આવતા અને તેને ૩૨ વડે ભાંગી ગ્રંથાગ્ર કઢાતે.
દાખલા તરીકે કઈ પ્રતમાં ૨૦૦ પાના હોય તે બે ચાર જગ્યાએથી તેના પંક્તિના અક્ષરો ગણું લેતા. ધારો કે દરેક પંક્તિમાં ૬૫ અક્ષર થયા. પાનાની એક બાજુએ ૩૨ પંક્તિ હોય તે ૬૫ ને ૬૪ વડે ગુણી તેને ૩૨ વડે ભાગવા અને તેને ૨૦૦ વડે ગુણવા એટલે ગ્રંથાગ્ર થાય. લખનારાની કલમ એવી એકધારી રહેતી કે આખી પ્રતમાં એક સરખા મેતીના દાણા જેવા અક્ષર આવે અને ઘણે ભાગે અક્ષરની વધઘટ ન થાય.
એ હિસાબે આ ગ્રંથમાં ૧૬૦૦૦ ગ્રંથાગ્ર છે એમ ગણતરી કરેલી છે. આ પ્રમાણે પ્રશસ્તિની વિચારણા પૂરી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org