________________
૩૧૦
[ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિક છે. પીટર્સને ગણતરીમાં ભૂલ કરેલી હોવાને કારણે તેમણે આણેલું પરિણામ ટકે તેમ નથી.
બાકી ગુપ્ત કે શક સંવતને તે સવાલ જ રહેતા નથી, કારણ કે તે દિવસે ગુરુવાર અને પુનર્વસુ નક્ષત્ર આવતાં નથી. આ બાબતને વધારે વિસ્તાર અને અનામત રાય સંબંધી વિસ્તૃત વિચારણું આગળ હરિભદ્રસૂરિ સાથે શ્રી સિદ્ધર્ષિ ગણિને સમય જેઠવા સંબંધી ઉલ્લેખ આવશે ત્યાં કરવામાં આવશે. પ્રશસ્તિના આ વિભાગનો સાર એ છે કે આ ગ્રંથ સંવત ૬૨ ના જેઠ શુદિ ૫ ને દિવસે બનાવ્યું. તે દિવસે ગુરુવાર હતા અને પુનર્વસુ નક્ષત્ર હતું. બીજા ટેબલ ઉપરથી એ વિક્રમ સંવત હતા એમ જણાય છે. એટલે અંગ્રેજી ગણતરી પ્રમાણે તે દિવસ તા. ૧-૫-૯૦૬ ગુરુવારે આવે છે.
(અહીં પ્રસંગેપાર વાત કરવાની જરૂર છે કે હિંદના લેકેની ગ્રહ ગણતરી પૂર્વકાળથી બધા ચેકસ હતી. તેઓએ ઘણું બનાવને પ્રસંગે જુદા જુદા ગ્રહોનાં સ્થાન કયાં હતાં તેની ચેખી નેંધ કરી રાખી છે. આકાશમાં ગૃહચાર દરરોજ થાય છે, પણ એક સરખી સ્થિતિ ઘણું વરસે આવે છે. એટલે મંગળ અમુક ઘરે હાય, તે જ વખતે બુધ, ગુરુ, શુક્ર, ચંદ્ર, રવિ અમુક જ ઘરે હેય અને એ સર્વને યોગ એક સાથે થાય એવો પ્રસંગ દશ વીશ હજાર વર્ષે ફરી વાર ભાગ્યેજ થાય છે. અને ગણતરીથી એ યુગ મુકરર થાય તો અમુક બનાવની તારિખ મુકરર કરવામાં ઘણું સગવડ પડે. મહાભારતની લડાઈ, મહાવીર કે બુદ્ધનો સમય, રામ રાવણ યુદ્ધ વિગેરે બનાવોની તારિખ આ ગૃહચારને ઉલ્લેખ બહુ સારી રીતે મુકરર કરી આપે છે. એની સગવડ સારું જર્મન ભાષામાં તો અનેક ટેબલે છપાયા છે. જ્યોતિર્વિદ જર્મન સાક્ષરેએ આ દિશામાં બહુ કામ કર્યું છે અને ઉપરોક્ત પંડિત સ્વામી કનુ પલાઈના ગ્રંથાએ ઘણે નો પ્રકાશ પાડ્યો છે. ઉદ્યોગી માણસે કેટલું કામ કરી શકે છે તે જોવા સમજવા માટે પણ સદર ગ્રંથે ઘણું ઉપયોગી છે અને શોધખોળ કરનારને એક નવીન દષ્ટિબિન્દુ પૂરું પાડે છે. પ્રેરણા માટે આટલે બાજુને ઉલ્લેખ અત્ર અપ્રસ્તુત છતાં ગ્ય ગણવામાં આવ્યો છે.)
-
-
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org