________________
३०६
[ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિક (b) શુદ્ધ નકલ ( Hair Copy ) પ્રતિપુસ્તક.
આપણે પ્રશસ્તિમાં આગળ વધીએ. ૨૧ મા લેકમાં પ્રતિકાર ગ્રંથકાર લખે છે કે –
प्रथमादर्श लिखिता साध्व्या श्रुतदेवतानुकारिण्या ।
दुर्गस्वामीगुरूणां शिष्यिकयेयं गणाभिधया ॥ २१ ॥ એને અર્થ નીચે પ્રમાણે કર્યો છે—“ અસલ પુસ્તકમાંથી એની પહેલી કોપી દુર્ગસ્વામીની શિષ્યા મૃતદેવતાનું અનુકરણ કરનારી ગણ નામની સાધ્વીએ લખી.”
આ બહુ મજાને શ્લોક છે. એને જરા છૂટા પાડી વિચારીએ. સાથે ધ્યાનમાં રાખીએ કે તે વખતે મુદ્રણકળા નહોતી. ગ્રંથકાર ગ્રંથ તૈયાર કરે તેને જાહેર કરવા માટે એની પ્રત-કેપીઓ તૈયાર કરવી પડતી હતી.
આ એટલે પ્રતિપુસ્તક. આદર્શ એટલે દર્પણ આટે એને અર્થ આપે છે કે The original manuscript from which a copy is taken એટલે જે અસલ પુસ્તક પરથી કોપીઓ તૈયાર થાય તે.
એટલે છૂટા છૂટા પાનામાં ચેરચૂકવાળી મૂળ પ્રત જે લેખકે બનાવી હોય તેના ઉપરથી પ્રથમની અસલ પ્રત-ફેર કાપી ગણું નામની સાધ્વીશ્રીએ લખી હશે એમ લાગે છે. એ આદર્શ કેપીમાંથી પછી બીજી અનેક કેપીઓ થઈ હશે. ગ્રંથકર્તા ગ્રંથ બનાવે, સુધારે, વધારે અને પછી છેવટની કેપી તૈયાર થાય, તેમાં પણ દષ્ટિપાત કરી જાય અને છેવટે ચેરચૂક કરતાં જે શુદ્ધ કેપી તૈયાર થાય તેમાંથી તદ્દન આદર્શ કેપી–શુદ્ધ કેપી સાફ દસ્કો લખી તૈયાર કરે તેને મારી કહેવી ઘટે.
દુર્ગસ્વામીને પરિચય આપણને ઉપર થઈ ગયે. શશાંક(ચંદ્ર)નાં કિરણ જેવા નિર્મળ ચારિત્રવાળા એ મહાત્મા ભિલ્લમાલ નગરમાં અસ્ત થઈ ગયા (લેક૯). એ દુર્ગસ્વામીની શિષ્યા શ્રી ગણુ નામની સાધ્વી હતી. એ સાધ્વીએ આ પુસ્તકને પ્રથમ આદશમાં લખ્યું.
એ સાધ્વી કેવી હતી તેનું વર્ણન મહાપ્રતિભાશાળી એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org