________________
ભિલમાલમાં રચના :]
૩૦૫ ચોમાસા પહેલા એ સમય છે, એટલે એ વર્ષમાં ચાતુર્માસ કરવા શ્રીસિદ્ધર્ષિ ભિન્નમાલ નગરે પધાર્યા હોય અને ત્યાં મુખ્ય સભામંડપમાં આ કથા વાંચી હોય એ બનવાજોગ છે. એ આખી કથારચના એક નગરમાં અથવા એકી સાથે બની હશે કે કેમ થયું હશે તે નક્કી કરવાનું કેઈ સાધન પુસ્તકમાંથી મળતું નથી.
આ ગ્રંથ તૈયાર કરતાં કેટલે વખત થયે હશે તે કહેવું પણ મુશ્કેલ છે. પ્રભાવકચરિત્રમાં તેની જે હકીક્ત આવે છે તે વિચારતાં અસાધારણ બુદ્ધિશલ્યના ધણું શ્રી સિદ્ધર્ષિને પ્રેરણા થઈ તેના પરિણામે આ ગ્રંથ લખાયો છે. આ સંબંધમાં પુસ્તકમાંથી કોઈ પણ પ્રકારને પુરાવા મળતો નથી.
ભિલ્લમાલ નગરમાં જૈનધર્મની જાહોજલાલી ખૂબ વર્તતી હશે એમાં શક નથી. ત્યાંના દેરાસર રથયાત્રા આદિનું વર્ણન વાંચતાં જૈન ઇતિહાસમાં એ નગરે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો હશે એમ જણાય છે.
ગુર્જર લેકેના ત્રણ મોટાં રાજ્યો થયાં જણાય છે. ખૂદ “ગુજરાત” શબ્દ ગુર્જર–રટ્ટ-ગુર્જર-રાષ્ટ્ર ઉપરથી આવેલ છે એમ પ્રાચીન ઈતિહાસકારોનું માનવું શોધખોળને પરિણામે થયેલું છે.
ભિલ્લમાલ અથવા ભિન્નમાલ અથવા ભિન્માલમાં ગુર્જર રાજાઓ રાજ્ય કરતા હતા. વલ્લભિ અને નાંદેદમાં ગુર્જર રાજાઓનાં રાજ્ય નવમા સૈકામાં હતાં. આ ભિલ્લમાલ અને શ્રીમાલ એક જ નગર હતા. મારવાડને એ વિભાગ તે વખતે ગુજરાતમાં હતો એટલે કે ગુજરાતની સરહદ તે વખતે ભિલ્લમાલ નગર સુધી જરૂર હતી. ધીમે ધીમે ત્યાંથી ગુર્જર નીચે ઉતરતા આવ્યા જણાય છે. ભિલ્લમાલને પ્રાચીન ઇતિહાસ જાણવા માટે ટેડનું રાજસ્થાન, વણિક જ્ઞાતિની ઉત્પત્તિને ઈતિહાસ અને ગુજરાતને પ્રાચીન ઈતિહાસ વિગેરે ગ્રંથો જેવા.
૧. ગુજરાતને પ્રાચીન ઇતિહાસ. ગુ. વર્નાક્યુલર સોસાયટિ. પ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org