________________
૩૦૪
[ ઐતિહાસિક નજરે સિર્ષિક મંદિરે તે મેટી ટુકે જેવાં છે. બાવન જિનાલય સાથેના દેરાસરને પાર નથી. જેના કેમની ઐતિહાસિક જાહોજલાલી કેવી હશે તેને ખ્યાલ કરે હોય તે આ પ્રદેશમાં એક વાર ફરવા જેવું છે. રેલવેની ઝડપી મુસાફરીથી ખરે ખ્યાલ આવે તેમ નથી, ગામે ગામ ગાડામાં અથવા મેટરમાં ફરવાથી જેન સમૃદ્ધિની વિશાળતા અને વર્તમાન યુગની ભયંકર ઉપેક્ષા નજરમાં આવે તેમ છે.
પ્રશસ્તિના નવમા લેક પરથી જણાય છે કે એ જ ભિલ્લમાલ નગરમાં દુર્ગસ્વામી કાળધર્મ પામ્યા હતા. તેમણે ઘણે સમય મારવાડમાં વિહાર કર્યો હશે એમ એ સમયના પુસ્તક વાંચતા સમજાય છે.
જ્યારે અગ્રિમ સભામંડપમાં આ કથા કવિશ્રી સિદ્ધર્ષિએ કહી સંભળાવી હશે ત્યારે કેવો આનંદ આવ્યું હશે તે કપીને માનસિક ચિત્ર ખડું કરવા જેવું છે. અનેક દેવમંદિરેથી પવિત્ર થયેલા પૈસાના રણુણાટથી ગાજી રહેલા અને લીલાવતી લોક ( સ્ત્રીઓ થી ધમધમી રહેલા એ નગરમાં આ કથા વંચાણું હશે ત્યારે ખરેખર આનંદની લહરીઓ જામી હશે. કદાચ સભાસ્થાન ઘણું મોટું હશે, તે પણ લોકે સમાઈ ન શકવાને પરિણામે નાનું થઈ પડયું હશે.
જે નગરમાં અતિ નમ્ર લેખક આવ્યા હશે, રહ્યા હશે, રચના તૈયાર કરી હશે અને અગ્ર સભામંડપમાં જેમણે તે કહી બતાવી હશે તે નગરને ધન્ય છે! શ્રીસિદ્ધર્ષિએ પિતાના ગ્રંથને લાકડાની પેટમાં મૂકવા ગ્ય જ કહ્યો છે, પિતાનું નામ “ સિદ્ધ ” એટલું જ નાનું કહ્યું છે અને પિતાને માટે કઈ પણ સારે શબ્દ આખા ગ્રંથમાં વાપર્યો હોય તે છેલ્લા વશમા શ્લોકમાં “કવિ” શબ્દ છે. આ નમ્રતા અતિ વિશિષ્ટ છે, હદ બહારની છે, ખાસ અનુકરણીય છે.
આ કથાનું પબ્લીકેશન (જાહેરાત ) શ્રી ભિલ્લમાલ નગરમાં થયું એમ પ્રશસ્તિના આ વિભાગ પરથી જણાય છે. તે કઈ જગ્યાએ બનાવવામાં રચવામાં આવી હશે તે કાંઈ કહી શકાય નહિ. જેનના સાધુઓ એક સ્થળે સ્થિર રહેતા નથી અને આ કથા એટલી વિવિધતાથી ભરપૂર છે કે એક સાથે તે બનાવી શકાય નહિ. વળી એવી જાહેરાતની તારિખ જેઠ શુદિ પ હવે પછી આવશે તે જોતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org