________________
શ્રી હરિભસૂરિ ને સિદ્ધર્ષિ ]
૨૭ સમય તે ફરી જાય તેમ લાગે છે, પણ છતાં ચાર સો વર્ષને અંતરે હોય તે પણ વધે આવતા નથી એ મારી મૂળ દલીલ ઊભી જ રહે છે.
જે રીતે પ્રશસ્તિના ૧૫–૧૬-૧૭ મા ક લખાયા છે તે પણ વિચારવા જેગ્ય છે. ગર્ગષિને પિતાના દીક્ષા દેનાર કહે છે, ત્યારપછી દુર્ગસ્વામીની વાત લખી, તેઓ ભિન્નમાલ નગરમાં કાળધર્મ પામી ગયા તે વાત કહી, તેમનાથી સર્ષિ થયા અને તેના ચરણરેણુતુલ્ય સિધ્ધ” આ ગ્રંથ બનાવ્યું. આટલે સુધી આવીને અથવા કહીને વાતને ઝેક એકદમ બદલી નાખે છે. જે હરિભદ્રસૂરિ પોતાના ગુરુ હોયતે એમ લખાય નહિ. આ તે “અથવા ” કરીને પોતાને “હદયભાવ” બતાવ્યો છે અને સાથે જ પ્રથમ પ્રસ્તાવને હવાલો આપે છે.
આના કરતાં પણ વધારે મજબૂત દલીલ પ્રથમ પ્રસ્તાવમાં આવે છે તે આપણે જેશું, પણ અહીં સનાતવાળા લેકનો અર્થ કરવામાં પ્રેફેસર જેકેબી જે થાપ ખાઈ ગયા છે તે પર હજુ વધારે વિચાર કરીએ. તેઓ એમ માની બેઠા છે કે જેને દંતકથા પ્રમાણે અમુક તારિખ શ્રીહરિભદ્રસૂરિની માની બેઠા છે અને તેથી પૂર્વ બદ્ધ વિચાર ન હોય તેવા સ્વતંત્ર વાંચકને ઉદ્દેશ છે. આ દલીલ બેટી છે, જેનોને પુરાવા મળે તો દંતકથાથી ચાલી આવતી તારિખ ફેરવવામાં કદી વાંધો છે જ નહિ. શ્રી જિનવિજયના એ સંબંધી લેખ પછી સ્વતંત્ર વિચારકે તારિખ ફેરવવાની વાત સ્વીકારે છે. મતલબ જેનોને એ સંબંધમાં આગ્રહ ન હોઈ શકે. માત્ર પુરાવા મળવા જોઈએ અને તે સંતોષકારક, તકની પદ્ધતિને અનુસરનારા અને લાક્ષણિક હેવા જોઈએ.
એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે પ્રે. જેકેબી લગભગ સાત પદ્ધિાને ઊડાવી જ દે છે. તેમની દલીલે વાંચતાં એ આખા ક “નિરર્થક” “અહેતુક અથવા ઢંગધડા વગરનો થઈ જાય છે. ભવિષ્ય જાણીને? એટલે શું? કયારે જાણ્યું? જ્યારે ગ્રંથ લખ્યું (લલિતવિસ્તરા) ત્યારે સિદ્ધર્ષિ નામના કેઈ એને લાભ લેનાર થશે એ વાત જાણીને? એવી જાણવાની શક્તિ શ્રી હરિભદ્રસૂમિાં હતી? વિક્રમના નવમા સૈકામાં કઈને હતી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org