SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ : તેમના અને હરિભદ્ર વચ્ચેના સંબંધને બતાવનાર આ કાવ્યો વાંચીને અગાઉથી નિર્ણય નહી કરી બેસનાર દરેક વાચનાર એક જ નિર્ણય ઉપર આવશે કે શિષ્ય પિતાને શિખવનારને ખાસ ગુરુ તરીકે જ સંબોધે છે અને નહિ કે પોતાના પરંપરા ગુરુ તરિકે અથવા ધર્મના ગુરુ તરિકે. એમ ધારવાની હું હિમત ધરું છું; અને પ્રથમ યુરોપીય વિદ્વાન છે. લોયમન જેણે એને અર્થ એ હતો તે પણ એમજ સમજ્યા હતા. અને ઉપમિતિભવપ્રપંચા કથાના પહેલા પ્રસ્તાવમાં સિદ્ધર્ષિએ જે મુદ્દાઓ કહ્યા છે તેથી આ અસરને મજબૂતી મળે છે, કારણ કે નિપુણ્યકને તેના આખા વિકાસમાર્ગમાં આખરે તે પોતાનું તંદુરસ્તીને નુકસાન કરનારું ભજન છોડી દે છે અને પોતાનું ભિક્ષાપાત્ર સાફ કરે છે અથવા ઉપમાની ભાષાને છેડી દઈએ તો જ્યાં સુધી તે દીક્ષા લે છે ત્યાંસુધી ધર્મબધકર તેને સલાહ આપે છે અને સૂચનાઓ આપે છે. હવે સિદ્ધર્ષિ આપણને સમજાવે છે કે ધર્મબેકર એ જ હરિભદ્ર છે અને નિપુણ્યક તે તેઓ પોતે જ છે એટલે તેણે દીક્ષા લીધી ત્યાં સુધી સર્વ બાબતમાં તેને હરિભદ્દે સલાહ આપી હતી અને સૂચનાઓ કરી હતી. તે વગરશંકાએ ફલિત થાય છે.” (ઉપમિતિ. ઉપઘાત પૃ. ૬) mpara guru or spiritual guru; and they were understood by The first European scholar, Professor Leumann, who discussed their meaning. And this impression is further strengthene ed by what may be inferred from Siddharsi's statements in the first Prastava of the Upamitibhavaprapancha Katha. For there the Dharmabodhakara is described as advising and directing the beggar Nispunyaka during the whole course of his regeneration up to the time when he gave up his unwholesome food and had his alms bowl washed, or speaking without the metaphor, when he was ordained. Now as Siddharsi gives us to understand that Dharmabodhakara is Haribhadra, and beggar Nispunyaka he him. self, it follows, almost beyond doubt, that he was instructed and directed by Haribhadıa himself upto the time when he became a monk and wandered about preaching the law. (Intro. lo Upamiti P. VI) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy