________________
*૨૯૦
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ પિતાને માટે “સિદ્ધર્ષિ” એટલો પણ શબ્દ વાપરવામાં નથી આવતે, પણ “સિદ્ધ” શબ્દ વપરાય છે. અત્યારે આપણે આનંદવિજયને આનંદ અથવા રવીન્દ્રને રવિ કહીએ તેના જે આ પ્રયોગ છે અને હિંદવાસીને તે સમજવામાં જરા પણ મુશ્કેલી જણાય તેમ નથી. હિંદમાં માણસ પોતાનું ટૂંકું નામ વાપરવામાં મજા લે છે, એને એમાં નમ્રતા લાગે છે અને લગભગ સર્વને નાના નામે હોય છે. એને હુલામણાનું નામ પણ કહેવામાં આવે છે.
પ્રશસ્તિના આ બીજા વિભાગ ઉપરથી (૧૪ મા શ્લોકથી) આ કથાના બનાવનાર શ્રી સિદ્ધર્ષિ જેઓ પિતાને સિદ્ધ નામથી ઓળખાવે છે તે હતા એમ જણાય છે. હવે આપણે પ્રશસ્તિમાં આગળ વધીએ.
૩. શ્રી હરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિ પ્રશસ્તિના ૧૫, ૧૬, ૧૭ મા કે નીચે પ્રમાણે છે.
अथवा
आचार्यहरिभद्रो मे धर्मबोधकरो गुरुः ।
प्रस्तावे भावतो हंत स एवाद्ये निवेदितः ॥ १५ ॥ विषं विनिर्धूय कुवासनामयं, व्यचीचरद्यः कृपया मदाशये । अचिन्त्यवीर्येण सुवासनासुधां, नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥१६॥
अनागतं परिक्षाय चैत्यवन्दनसंश्रया । मदर्थैव कृता येन वृत्तिर्ललितविस्तरा ॥ १७ ॥
“આચાર્ય હરિભક મને ધર્મને બોધ કરનાર હેઈ ભાવથી મારા ગુરુ છે અને તે વાત મેં પ્રથમ પ્રસ્તાવમાં જણાવેલ છે. ૧૫.
જે હરિભસૂરિએ કુવાસના થી ભરેલ ઝેરને ધોઈ સાફ કરીને મારે માટે ન ચિંતવી શકાય તેવા વીર્યના પ્રયોગથી કૃપાપૂર્વક સુવાસનાનું અમૃત વિચારી કાઢયુંતેઓશ્રીને નમસ્કાર હે. ૧૬
જેઓએ અનાગત કાળને પ્રથમથી જાણી લઈને મારે માટે જ ત્યવંદનના સૂત્રોના સંબંધવાળી લલિતવિસ્તરા નામની વૃત્તિ બનાવી. ૧૭”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org