________________
ગ્રંથકર્તાના પૂર્વપુરુષો ]
૨૮૩ કેવળી અને કર્મવિપાક નામના ગ્રંથે બનાવ્યા હતા. એ ગ્રંથ સંબંધી ઘણી ધખેળ કરવાની જરૂર રહે છે. એથી શ્રી સિદ્ધર્ષિને સમય મુકરર કરવામાં ઘણી સગવડ થાય તેમ જણાય છે.
આ પ્રશસ્તિ ઉપરથી એટલું જણાય છે કે – શ્રી સિદ્ધર્ષિ ગણિ નિવૃત્તિ કુળમાં ઉત્પન્ન થયા હતા.
તેમના દીક્ષાગુરુ ગર્ષિ હતા એટલે કે ગર્ગષિને હાથે એમની દીક્ષા થઈ હતી.
દુગસ્વામી અને સિદ્ધર્ષિબન્નેને દીક્ષા આપનાર ગર્ગષિહતા. એ ગર્ગષિ યા કુળના હતા તે કાંઈ જણાતું નથી. સદર્ષિ અને સિદ્ધર્ષિ અને દુર્ગાસ્વામીના શિષ્ય થતા હતા.
એટલે સુરાચાર્યના દેલમહત્તર, દેલમહત્તરના શિષ્ય દુર્ગસ્વામી અને દુર્ગસ્વામીના શિષ્યો સર્ષિ અને સિદ્ધર્ષિ.
દુર્ગસ્વામી અને સિદ્ધર્ષિની દીક્ષા સાથે થઈ કે આગળ પાછળ થઈ તેની ચોખવટ થતી નથી. પણ બન્નેને દીક્ષા આપનાર શ્રી ગMર્ષિ હતા એ વાત ચોક્કસ જણાય છે.
એ દુર્ગ સ્વામી પણ બહુ પ્રતાપી હેય એમ જણાય છે. એમણે સંસારને ત્યાગ કર્યો ત્યારે ઘણો વૈભવ છોડડ્યો હોય એમ જણાય છે. એમની પ્રસિદ્ધિ પણ ખૂબ હશે એમ જણાય છે.
એ દુર્ગસ્વામીની શિષ્યા ગણા નામની સાધ્વીએ ઉપમિતિભવપ્રપંચ ગ્રંથની પ્રથમ કોપી લખી એમ પણ પ્રશસ્તિ ઉપરથી જણાય છે. સાધ્વી કેવી સારી રીતે પિતાને સમય તે કાળમાં વ્યતીત કરતી હશે તેનું આથી સહજ અનુમાન થાય છે. શ્રી સિદ્ધર્ષિના ગુરુ કેણુ?
આ પૂર્વપુરુષની નેંધને અંગે એક સવાલ એ ઉપસ્થિત થાય છે કે શ્રી સિદ્ધર્ષિ ગણિના ગુરુ કેણુ?
એ સંબંધમાં પ્રશસ્તિમાંથી અનેક વિકલ્પ નીકળે છે. એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org