________________
૨૮૨
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ : ૪. એ સ્વામીને અને આ ગ્રંથના કર્તા શ્રી સિદ્ધર્ષિને દીક્ષા
આપનાર ગર્ગષિ હતા. ૫. એ દુર્ગસ્વામીથી સર્ષિ થયા.
એ સર્ષિ ખૂબ અભ્યાસી હતા. સિદ્ધાન્તના ખાસ અભ્યાસી હતા. કરુણાભરપૂર હતા. અનુકરણીય ચારિત્રથી સાધુના શાસ્ત્રમાં
કરેલા વર્ણનને સાચું બતાવનારા હતા. ૬. એમના ચરણરેતુલ્ય સિદ્ધર્ષિએ આ ગ્રંથ બનાવ્યું.
એમના ” એટલે “કેના?” એ શંકાસ્પદ છે. “એ” દુર્ગ
સ્વામીને પણ લાગે અને સદ્દષિને પણ લાગે. ગ્રંથકર્તાના પૂર્વ પુરુષ સંબંધી
પ્રશસ્તિમાં જે નામો આપ્યાં છે તે સંબંધી કોઈ પણ વિશેષ માહિતી મેળવવી અતિ મુશ્કેલ છે. સરખા નામવાળા વિદ્વાને ઘણું થયા છે અને ચોક્કસ હકીકત કાંઈ મળતી નથી. જે હકીકત મળે છે તે વિચાર માટે બેંધી લેવામાં આવી છે.
સૂરાચાર્ય. શ્રી પ્રભાવકચરિત્રમાં સૂરાચાર્યનો એક પ્રબંધ આવે છે. તેમાં અનેક આશ્ચર્યકારક ચમત્કારથી ભરપૂર એમનું ચરિત્ર બતાવ્યું છે. એ ચરિત્ર પરથી એમ જણાય છે કે ગુજરાતના સોલંકી ભીમદેવ મહારાજાના મામા દ્રોણાચાર્ય પાસે એમણે દીક્ષા લીધી હતી. તેઓ દ્રોણાચાર્યના ભાઈ સંગ્રામસિંહના પુત્ર થાય. એટલે ભીમદેવને સૂરાચાર્ય મામાના દીકરા થાય. એમણે ધારાનગરીના ભેજરાજા પાસે અપૂર્વ વિદ્વત્તા બતાવી હતી. આ સૂરાચાર્ય, જેમનું ચરિત્ર શ્રી પ્રભાવક ચરિત્રમાં આવ્યું છે તે અને ઉપક્ત સૂરાચાર્ય એક હોય એમ લાગતું નથી. ભીમદેવ પહેલાને સમય ઇતિહાસમાં મુકરર છે. તે ઈસ્વીસન ૧૦૨૨-૧૦૭૨ ને હોવાથી તે સમયે શ્રી સિદ્ધર્ષિના સમયથી પાછળ જાય છે એટલે આ સૂરાચાર્ય કઈ અલગ વ્યક્તિ હશે એમ અત્યારે ધારવું પડે. આના નિર્ણય માટે વધારે શોધખોળની આવશ્યકતા જરૂર રહે..
ગર્ગ ર્ષિના સંબંધમાં એટલું જણાય છે કે એમણે પાસક (સા),
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org