________________
૨૮૧
ઉપમિતિ ગ્રંથની પ્રશસ્તિ : ].
यः सङ्ग्रहकरणरतः सदुपग्रहनिरतबुद्धिरनवरतम् । आत्मन्यतुलगुणगणैर्गणधरबुद्धिं विधापयति ॥१२॥ बहुविधमपि यस्य मनो निरीक्ष्य कुन्देन्दुविशदमद्यतनाः । मन्यन्ते विमलधियः सुसाधुगुणवर्णकं सत्यम् ॥१३॥
પ્રથમના તેર લેકમાં પૂર્વપુરુષની હકીક્ત આવી. તે પ્રમાણે નીચેની હકીક્ત પ્રાપ્ત થાય છે. ૧. સૂરાચાર્ય અથવા સૂર્યાચાર્ય.
એ લાટ દેશમાં થયા. લાટ દેશ એટલે ભરુચની આસપાસના
પ્રદેશ. આ સૂરાચાર્ય ઘણું પ્રસિદ્ધ હશે એમ જણાય છે. ૨. સૂરાચાર્યના શિષ્ય દેલ્લમહત્તર,
એ જ્યોતિષના જાણકાર હતા. એ દેશના વિસ્તારમાં પ્રસિદ્ધ
હતા. તેમનો કરેલો કેઈ ગ્રંથ લભ્ય નથી. ૩. તેમના પછી દુર્ગસ્વામી થયા.
એ જન્મથી બ્રાહ્મણ હતા. એમણે સારી કીર્તિ સંપાદન કરી હતી. એમણે આખી પૃથ્વી ઉપર સારી પ્રસિદ્ધિ મેળવી હતી. એમણે દીક્ષા લીધી ત્યારે બહુ ધન-ધાન્યથી ભરેલ ઘરને ત્યાગ કર્યો હતો. એમના એ સુંદર દાખલાનું અનુકરણ કરવાથી અનેક પ્રાણીઓ બોધ પામ્યા હતા. એમનું ચરિત્ર અત્યુત્તમ હતું. એ ભિન્નમાલ નગરમાં કાળધર્મ પામ્યા.
“તેઓ સંગ્રહ કરવાની બુદ્ધિવાળા છે, અન્ય ઉપર નિરંતર સદુપકાર કરવાવાળા છે અને પિતામાં અતુલ્ય ગુણસમુદાય હોવાને લઇને તીર્થકરના ગણધર હેાય એવી બુદ્ધિ અન્યમાં ઉત્પન્ન કરે છે. ૧૨.
“મેગરાનાં ફૂલ અથવા ચંદ્રના બિંબ જેવું તેઓનું મન જે બહુ પ્રકારનું હતું તેને જોઈને વિમળ બુદ્ધિવાળા નવયુવકે અસલી ગ્રંથમાં આવેલ - સુસાધુનાં વર્ણનને સાચું માને છે. ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org