________________
ર૭૮
[ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિક શ્રી સિદ્ધર્ષિ
શ્રી સિદ્ધર્ષિગણિ સંબંધી જે હકીક્ત ઉપલબ્ધ છે તેને આપણે નીચેના વિભાગમાં વહેંચી નાખી તે પર વિચાર કરીએ.
૧. ગ્રંથકર્તાએ પોતે પ્રશસ્તિમાં ઉલ્લેખ કર્યો છે તે. ૨. ગ્રંથકર્તાના ચરિત્ર સંબંધી ગ્રંથમાંથી મળતાં સાધન-વિગતે. ૩. ગ્રંથકર્તાનું ચરિત્ર પ્રભાવચરિત્રમાં આપ્યું છે તે. ૪. દાક્ષિણ્ય ચિહ્ન-કુવલયમાળાના કર્તાને અંગે પ્રાપ્ય હકીક્ત. ૫. શ્રી હરિભદ્રસૂરિ જેમને ગ્રંથકર્તા નમન કરે છે (a) તેમના
સમય સંબંધી ચર્ચા (b) તેમને અને ગ્રંથકર્તાને અનંતર કે પરંપર સંબંધ અને તે સંબંધમાં ગ્રંથમાં અને ગ્રંથની બહારથી મળતી હકીકત. ત્યારપછી શ્રી સિદ્ધર્ષિગણિને સમય, તે સમયના હિંદની સ્થિતિ, લેખક પર તેની અસર, લેખકની કૃતિની ત્યારપછીના લેખકે પર અસર, વિગેરે લેખક અને તેમના સમય સંબંધી પ્રાસ્તાવિક બાબતો પર ધ્યાન ખેંચવામાં આવશે. સમયનિર્ણય માટે જેટલાં સાધને મને ઉપલબ્ધ થયાં છે તેને આ સર્વ બાબતેને અંગે ઉપગ કરવા ધારણું છે. આપણે પ્રથમ શ્રી સિદ્ધર્ષિગણિની પ્રશસ્તિ ઉપર આવી જઈએ. એ ઈતિહાસનું સર્વથી સ્પષ્ટ અને સીધું સાધન છે, છતાં એમાંથી જ અનેક વિકલ્પ ઊઠે છે તે આગળ જોશું.
૧. પ્રશસ્તિ– આ ગ્રંથકર્તા શ્રી સિદ્ધર્ષિગણિએ પોતે જ ગ્રંથને છેડે પ્રશસ્તિ લખી છે તે ગ્રંથકર્તાને સમજવા માટે, સમયનિર્ણય માટે અને કેટલીક હકીક્ત એકઠી કરી સમજવા માટે ખાસ ઉપયોગી છે.
પ્રશસ્તિ ચાર ભાગમાં વહેંચી નાખીએ – (૧) પૂર્વપુરુષોની હકીક્ત (લેક ૧ થી ૧૩) (૨) લેખકનું નામ વિગેરે (લેક ૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org