________________
૨૭૪
[ ઐતિહાસિક નજરે સિહા સંયોગમાં જે વસ્તુ પ્રાપ્ત થાય તેનાથી ચલાવી લેવું એ જ ક્તવ્ય પ્રાપ્ત થાય છે. ઈતિહાસની બાબતમાં કોઈ પણ નિર્ણય છેવટને ગણવાને આગ્રહ ન રાખો એ પ્રધાન કર્તવ્ય વર્તમાન પરિસ્થિતિમાં પ્રાપ્તવ્ય છે.
સાધને–
અત્યારે બરાબર વિચાર કરીએ તે સંવત એક હજાર પહેલાને ઈતિહાસ બહુ અચોક્કસ સ્થિતિમાં છે. વિક્રમ સંવત એક હજાર પછીનો ઈતિહાસ તે લગભગ એક સરખો નીપજાવી શકાય એટલાં સાધનો અત્યારે મળે છે. આપણે તે આ ઉલ્લેખમાં પૂર્વ કાળના ઇતિહાસની જરૂરીઆત છે તેને અંગે નીચેનાં સાધને પ્રાપ્ય છે: (૧) શિલાલેખો, (૨) પ્રશસ્તિઓ,(૩) સિક્કાઓ,(૪) પુસ્તકેમાં અવાંતર નિર્દેશ (references), (૫) થોડાંક ઐતિહાસિક પુસ્તકેઃ ચતુર્વિશતિપ્રબંધ, પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ વિગેરે.
એ ઉપરાંત કેટલીક અનુમાનપદ્ધતિ સ્વીકારવાની રહે છે. અમુક ગ્રંથમાં એક લેખકનું નામ આવ્યું હોય તે તેને તેવી પ્રસિદ્ધિ મળવાનો સમય વિગેરે ગણતરી કરવાની રહે છે. કેટલીક બાબત
તિષના વિષયને અંગે પણ પ્રાપ્ત થાય છે. હિંદના લેકે ખગોળના બરાબર નિરીક્ષક હતા અને આકાશમાં ગ્રહચાર એવી રીતે થાય છે કે અમુક પરિસ્થિતિ સર્વ ઘરામાં હજાર વર્ષે ફરી એક વાર આવે–એ સર્વને હિસાબ થઈ શકે છે. બુધ, બૃહસ્પતિ, શુક્ર, ચંદ્ર, સૂર્ય આદિના સ્થાન નોંધાયાં હોય તે તેને દિવસ અને પળ સુદ્ધાંત ગણતરીથી શેધી શકાય છે. આવી રીતે મહાભારત રામયણ વિગેરેના સમયે શેધી શકાય છે.
જે લેખકને માટે આપણે તપાસ કરતા હોઈએ તેણે ક્યા કયા પોતાના પૂર્વ કાળના લેખકોને નામનિર્દેશથી કે વગર નામે ટાંકયાં છે અને આપણું લેખકને તેની પછીના બીજા ક્યા લેખકે ટાંક્યાં છે તે દ્વારા પણ કેટલીક સમયસિદ્ધિ થઈ શકે છે. આ સર્વ બાબતમાં ઊંડા અભ્યાસ, શાંત ધોળ, ધીરજ, ચીવટ અને અપૂર્વબદ્ધ માનસ હોય તો ઘણું વસ્તુ પ્રાપ્ત થાય તેમ છે, પણ તે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org