________________
ઇતિહાસ સંબંધી પરિસ્થિતિ : ]
૨૭૩ રમાં નામ રાખી જવાની લાલસા હિંદના કષિમુનિઓને નહોતી. તેઓ પોતાનાં લેખ, પુસ્તક કે અન્ય કઈ પણ કૃતિને પોતાનું નામ રાખી જવાનાં સાધન તરિકે કદી લેખતા નહિ એટલે પિતાના પૂર્વપુરુષના ઈતિવૃત જાળવી રાખવાની કેઈએ જરૂરીઆત માની નહિ–ગણ નહિ. આ કે બીજું ગમે તે કારણ હોય તે આજે કલ્પવું ઘણું મુશ્કેલ છે, પણ ઇતિહાસની બાબતમાં હિંદમાં લગભગ બહ અલ્પ સાધને ઉપલબ્ધ છે એ વાત ચોક્કસ છે. જેમ જેમ પાછળ જતા જઈએ તેમ તેમ ઈતિહાસનાં સાધને એટલાં ઓછાં મળે છે કે ગમે તેટલા નિર્ણય ઉપર આવીએ તો પણ તેને પુનરાવર્તન કરવાના, તેને ફરી વાર તપાસી જવાના અને નવા નિર્ણયો કરવાના પ્રસંગે તો જરૂર રહેવાના જ છે, છતાં ઉપલબ્ધ સાધનાથી બનતાં પ્રયત્ન કરી તેનું પરિણામ આવતા યુગ માટે મૂકી જવું એટલે અધૂરું કામ ન યુગ પૂરું કરે અથવા આગળ ચલાવે એ રીતે ઐતિહાસિક દષ્ટિની વિચારણામાં હાલ કાર્ય કરવા જેવું છે.
ઈતિહાસની બાબતમાં લોકોની બેદરકારી પણ પારવગરની હતી: અનેક સ્થાનકોએ સારા લેખેને નાશ થઈ ગયો છે, કેટલાક ઉપયોગી લેખો ઉપર આરસના ચોરસા લાગી ગયા છે, કેટલાએ લેખ ઘસાવી નાખવામાં આવ્યા છે. એ બાબતની ઉપયોગિતા જ્યાં સુધી જણાઈ નહેાતી ત્યાં સુધીમાં બહુ પ્રકારની અવ્યવસ્થા થઈ છે. ખૂદ આપણું સમયમાં પણ સિદ્ધાચળ ઉપર અનેક લેખોનો નાશ થઈ ગયો છે. નાશ કરવાના ઈરાદાથી કેઈએ તેમ કર્યું હતું એમ કહેવાનો આશય નથી, પણ ઇતિહાસની મહત્તાના અજ્ઞાનને પરિણામે ઉદ્દભવેલ બેદરકારીથી તેમ થઈ ગયું છે એ વાત સ્વતઃસિદ્ધ છે. છતાં કેટલાક સાધન જળવાઈ રહ્યાં છે, કેટલાક લેખો છપાઈ ગયા છે, કેટલાકની કેપીઓ પ્રગટ થઈ છે, કેટલાક લેખોની પ્રતિકૃતિઓ બહાર પડી છે, જેની લીપી વાંચનાર પણ તૈયાર થઈ ગયા છે અને પ્રાચીન કળાનાં કાંઈક અવશેષે હજુ ઉપલબ્ધ થાય છે તેટલી સંતેષની વાર્તા છે. એ સંબંધમાં જનતાને હજુ જોઈએ તેટલે શેખ નથી જાગ્યો તેથી તે પર ચર્ચા, વિચાર–પરામ અને નિદિધ્યાસન જોઈએ તેટલાં થતાં નથી તે ખેદનો વિષય છે. આવા
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org