________________
પ્રકીર્ણ : ]
२६५ દરેક ચરિત્રમાં વિગતેમાં ફેરફાર તે જરૂર હોય, પ્રત્યેક પ્રાણીઓને વિકાસ જુદી જુદી રીતે થયે હોય, પણ એના મુદ્દાઓમાં અંતરંગ રાચે જે ફેરફાર થાય છે તેના ચિત્રની ભવ્ય કલ્પના આ ગ્રંથમાંથી મળશે.
એના લેખકને કવિ કે કર્તા તરીકે ઉપનામ મેળવવું નથી, પણ એમને એક એવું વિશાળ ચરિત્ર લખવું હતું કે જે સર્વ જીવાને લાગુ પડે અને અંદરને ભાવ જેમ જેમ સમજે તમ તમ આંખ ઉઘડતી જાય. આ તેમને આશય નીચેના પ્રસંગેથી સમજાય છે.
(8) પ્રથમ પ્રસ્તાવના ઉપસંહારમાં તેઓ લખે છે કે “મેં મારા જીવની અપેક્ષાએ અહીં જે જે કહ્યું છે તે તે સર્વ ઘણે ભાગે બધા જીવોને લાગુ પડે તેવું છે. જે હકીકત અહીં કહેવામાં આવી છે તે તમને લાગુ પડે છે કે નહિ તે તમારા મનમાં સારી રીતે વિચારે.” (પૃ. ૨૧૭) એટલે તેમણે એક જીવની વાર્તા કરવાને ઉદ્દેશ રાખે નથી પણ સર્વ જેને લાગુ પડે તેવું ચરિત્ર લખવાને નિર્ણય કરીને ગ્રંથ શરૂ કર્યો છે. આ વાર્તા ઘણી મજાની છે. સર્વને લાગુ પડે તેવું ચરિત્ર લખનારની કલ્પના કેટલી વિશાળ હશે તે વિચારવાનું વિદ્વાન વાચકની તર્કશક્તિ પર છોડીએ.
(b) છેલ્લા પ્રકરણમાં કહે છે: “અનુસુંદર ચક્રવર્તીએ પિતાને જ્ઞાન ઉત્પન્ન થયા પછી સુલલિતા અને પુંડરીકને સંવેગ ઉત્પન્ન કરવા માટે પિતાના સંસારભ્રમણનું આખું ચરિત્ર ઉપમાવડે કહી સંભળાવ્યું તે ઘણે ભાગે સર્વ ને સમાન વર્તે છે. (પ્ર. ૮. પ્ર. ૨૩. પૃ. ૨૦૭૫).
મતલબ એ છે કે સંસારીજીવનું ચરિત્ર એ એક જીવનું ચરિત્ર નથી પણ સર્વ જીવોનું ચરિત્ર છે, અમારું તમારું સર્વનું છે. આ વાર્તા પણ આખો ગ્રંથ વાંચતા ખાસ નજરમાં રાખવાની છે. સર્વથી મહત્ત્વની વાત તેમણે પૃ. ૨૦૦૭ માં કરી છે. વાંચનાર કે સાંભળનારને લેખક પોતે કહે છે કે –
ભે ભવ્ય! આગમ અને અનુભવથી સિદ્ધ આ સંસારી“જીવનું ચરિત્રતમે બરાબર સમજે, સમજીને તે પ્રમાણે આચરણ કરે, “કષાયેને છોડી દો, આશ્રવનાં દ્વાર બંધ કરો, ઇંદ્રિયસમૂહ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org