________________
૨૬૮
[ શ્રી સિદ્ધર્ષિ : લેખકને સમજવાની ચાવી : કદી નહિ સમજાય અને એ હકીક્ત ધ્યાનમાં રહેશે તે ઘણાખરા ખુલાસા બરાબર થઈ જશે એમ મને લાગે છે.
પ્રથમ તેમને જીવ-તેઓ પોતે (શ્રી સિદ્ધર્ષિ) નિપુણ્યકને જીવ છે તે પૃષ્ઠ ૫૩ થી જણાય છે. “એ અદૃષ્ટમૂલપર્યત નગરમાં નિપુણ્યક નામને ભિખારી છે એમ કહ્યું છે તે આ સંસારમાં સર્વજ્ઞશાસનની પ્રાપ્તિ થયા પહેલાં અહીંતહીં ચારે ગતિમાં રખડનારે મારે જીવ જાણુ.”
જ્ઞાન, દર્શન, ચારિત્ર આપવાની તીવ્ર ઈચ્છા થયા પછી લેખક પિતે વિચાર કરે છે (પૃ. ૨૧૩) “અહો ! હું સર્વ પ્રાણીઓને આવી રીતે સાક્ષાત્ ઉપદેશ આપું છું પણ તે એ સર્વ લોકેલે એમ જણાતું નથી, માટે હવે હું એમ કરું કે આ ભગવાનના મતમાં સારભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે હું સર્વ લેકને બતાવવા ઈચ્છું છું તેના ય, શ્રદ્ધેય અને અનુષ્ટય ( જાણવા યોગ્ય, શ્રદ્ધા કરવા યોગ્ય અને આચરવા ગ્ય) અર્થની એક ગ્રંથના આકારમાં રચના કરું અને તેમાં વિષય અને વિષયને અભેદ છે એમ બતાવી આપું. આ પ્રમાણે કરવાથી તેમાં રહેલા જ્ઞાનાદિ સર્વ જીવોને ગ્રહણ કરવા યોગ્ય થશે.”
ગ્રંથને વિષય શું છે તે સમજવાની આ ચાવી છે. એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ઠાંસીઠાંસીને ભર્યા છે અને વિષય વિષયી object & objectiveમાં અભેદ બતાવી, તે દ્વારા રત્નત્રયની વાર્તા અનેક રીતે કરવાને લેખકશ્રીને ઉદ્દેશ છે. આ ચાવી નિરંતર ધ્યાનમાં રાખવી.
આ દુનિયામાં બીજા પણ ઘણું દરિદ્રીઓ વસતા હતા પરંતુ તે નગરમાં એના (નિપુણ્યક) જે બીજે કઈ નિભંગી બહુધા નહિ હોય એમ લાગતું હતું. ” (પૃ. ૬૩). આ એક વધારે ચાવી છે. સર્વજ્ઞશાસનપ્રાપ્તિ પહેલાં વૈશ્વાનર વિગેરે કેવા હેરાન કરે છે એ વિષય વિષયીને અભેદે શા માટે બતાવવું છે તે અતિ નમ્રભાવે અહીં કહી નાખ્યું છે.
અહીં સંસારીજીવનું જે ચરિત્ર બતાવ્યું છે તેવું પ્રાયે સર્વ જીનું ચરિત્ર હોય છે એમ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે (પૃ. ૨૧૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org