________________
પ્રકીર્ણ :].
૨૬૭ એને પાત પરાભૂમિએ કથાને લઈ જાય છે, પણ એમાં સમય ઘણે લાગે છે એટલે એને “કલાઈમેકસ” ન કહી શકાય.
આખી કથામાં ખરો “ કલાઈમેકસ ” વિપર્વત પરની અવલેકનામાં આવે છે. ત્યાંથી ભવચક્રના કૌતુકે અને પિશાચીઓને દેર તેમજ ચાર નગરો વિગેરે જોતાં જે ભવ્ય કલ્પના પ્રાપ્ત થાય છે તે આખા ગ્રંથમાં અગ્રસ્થાન ભેગવે છે. ચિત્તવૃત્તિઅટવી પરની આખી રચના અને સાત્તિવકમાનસપુરની સ્થાપના અજબ કપનાને ભવ્ય નમૂનો પૂરા પાડે છે અને ખરી પરાભૂમિ પૂરી પાડે છે.
ઉપર જણાવ્યું તેમ આ મારે અભિપ્રાય છે અને આમાં અભિપ્રાયભેદ થવાનો સંભવ છે. મારા મન ઉપર વાંચતી વખતે જે અસર થઈ તે અત્રે મેં જણાવી છે.
૪. લેખકને સમજવાની ચાવી
એક વાત એ જણાવવાની છે કે આ ગ્રંથ લેખકે લખવા ખાતર લખ્યો નથી, વિદ્વત્તા બતાવવા ખાતર લખ્યો નથી, પોતાનું નામ રાખી જવા ખાતર લખ્યો નથી, વિનેદ કરાવવા માટે લખ્યા નથી. લેખકે શા માટે આ ગ્રંથ લખ્યો છે તે ખાસ લક્ષ્યમાં રાખવા
ગ્ય છે. તેમને જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ થઈ હતી, સદ્બુદ્ધિ સાથે–પોતાના conscience સાથે વિચારતાં તેમને જણાયું કે આપેલ વસ્તુ મળ્યા કરે છે, દાન આપનાર એક પ્રકારનું કાણું (investment) કરે છે, માટે એ ચીજો બીજાને આપવી, ખૂબ આપવી, વગરમાગે પણ આપવી, પેટ ભરીને આપવી. એ વસ્તુ વાપર્યાથી ખૂટે તેવી નહોતી. એટલે આ પુસ્તકમાં તેમણે જ્ઞાન, દર્શન, ચારિત્ર ભર્યું છે એ પ્રથમ વાત થઈ. “આપે તે મળે” એટલે તેઓ ખૂબ ઉદારતાથી આપવા નીકળ્યા છે એ બીજી વાત. પિતાની વસ્તુ લાકડાની પેટીમાં ભરવા યોગ્ય છે એ અતિ નમ્રતાનું વચન એ ત્રીજી વાત. લેખક ઉપર દયા કરી આ વસ્તુ લેવાની પ્રાર્થના કરવી એ ચોથી વાત. આ ચારે હકીક્ત આ ગ્રંથ વાંચતાં નિરંતર લક્ષ્યમાં રાખવા જેવી છે. એ વાત ધ્યાનમાં નહિ રહે તો કેટલાક પ્રસંગે શામાટે લેખકે ઉપસ્થિત કર્યો છે એ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org