________________
પ્રકીર્ણ ] મંડ૫, એની નિસ્પૃહતા વેદિકા અને તે પરનું જીવવીર્ય સિંહાસન વિચારીએ છીએ ત્યારે કલપનાની વિશાળતા, ભવ્યતા અને સ્પષ્ટતા આપણને મુગ્ધ કરી મૂકે તેમ છે.
ચેથે પ્રસ્તાવ મારા મતે આખા ગ્રંથની પરાકાષ્ઠા રૂપે છે, તેમાં પ્રકર્ષ વિમર્શના પાત્રો પરાકાષ્ઠા રૂપે છે અને ચિત્તવૃત્તિમાં મોહરાજાના મંડપ સિંહાસનની રચના પરાકાષ્ઠા છે (પ્ર. ૯). મને પક્ષપાત ચારિત્રરાજના મંડપ તરફ છે, પણ બન્નેની સરખામણીમાં કળાની નજરે પ્રમત્તતા નદી પર બંધાયેલા મંડપની રચના ચઢે તેવી છે. સાત પિશાચીઓમાં કળા તે અભિનવ છે પણ એમાં રેદ્ર રસ કરુણમય હાઈ કંટાળે આપે છે, છતાં કળાની નજરે તે એ પણ ઊતરે તેમ નથી. વર્ણનની નજરે જોઈએ તે વસંત વર્ણન સર્વોત્કૃષ્ટ છે (પ્ર. ૨૧) પણ એવી ઉત્કૃષ્ટ ભૂમિકા માત્ર કળાકારની નજરે નવમાં પ્રકરણમાં જ આવે છે.
૫. પાંચમા પ્રસ્તાવમાં બુધસૂરિની પ્રતિબંધરચના સારી છે, આકર્ષક છે, છતાં એ વાંચતાં એમાં નૈસર્ગિકપણાને બદલે કૃત્રિમતા આપણુ ખ્યાલ પર આવ્યા વગર રહેતી નથી. એમાં કળાની ઘણું બાબત ઠાંસી ઠાંસીને ભરી છે. આ પ્રસ્તાવમાં પરાકાષ્ઠા ત્રણ નાના પ્રસંગોએ લેખકશ્રી લાવી શક્યા છે –
() સ્ત્રી–શરીરનું કેડ સુધીનું વર્ણન કરે છે ત્યાં લતાગ્રહ પર બે પુરુષે ભયંકર દેખાવવાળા આવી દેખાવ દે છે અને એકદમ ઘણું રસમય વાત બંધ પડે છે (પૃ. ૧૧૬૪).
(b) વામદેવ ગભરાટમાં રત્નને બદલે પથ્થર ઉપાડી નાસવા પ્રયત્ન કરે છે અને વિમળ મંદિરમાં ગયો તે તકનો લાભ લઈ નાસી જાય છે (પૃ. ૧૨૦૩–૪). (૦)શિવભક્ત મેડી રાત્રે મંદિરમાં દીવાસળગાવે છે. (પૃ.૧૨૭૬).
આ ત્રણે પ્રસંગમાં શિવમંદિરમાં મોડી રાત્રે દીવો સળગાવવાની વાત એવી સુંદર શૈલીથી કરી છે અને ત્યાં એવો પ્રકાશ પડી જાય છે કે આ આખા પ્રસ્તાવમાં એને હું પરાકાષ્ઠાનું સ્થાન આપું છું.
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org