________________
૨૬૨
[ શ્રી સિદ્ધર્ષિઃ પ્રસ્તાવવિશિષ્ટતા ? સમજવા એ આખા ગ્રંથની ચાવી છે. આ અતિરસવાળા વિષયને તેમણે બહુ સારી રીતે ન્યાય આપે છે અને ગ્રંથને ઉદ્દેશ પાર પાડવાની એક તદ્દન અભિનવ દિશા દાખવી છે.
૭. સાતમા પ્રસ્તાવની વિશિષ્ટતા છે.મુનિના વેરાગ્યપ્રસંગે અને તેની ઘટનામાં છે. જ્યારે આ પ્રાણીનું ચિત્ત સાચેસાચું સંસાર પરથી ઊઠે છે ત્યારે સાધારણ નજરે અતિ સામાન્ય કે તુચ્છ લાગતી અથવા અતિઅર્થહીને કે નિર્માલ્ય લાગતી બાબતેમાંથી પણ ઉપદેશ કે લઈ શકાય છે તે ખરેખર આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું છે. આપણે અનેક વાર રેંટ જોયાં હશે અને દારૂના પીઠાંની પાસેથી તો હજારો વખત પસાર થયા હઈશું, પણ એમાં રહેલ ગુમ સંકેતને તા શ્રી સિદ્ધર્ષિની કલમ જ ચિતરે. આપણે વ્યાપારી રહ્યા, દરરોજ વ્યાપાર કરીએ, પરદેશ જઈએ, બજારમાં દુકાન માંડીએ અથવા ભજન ખાઈએ; પણ એના અંતરને વિકસાવી સમજાવનાર તો શ્રી સિદ્ધર્ષિ જ. એમની કલમે આ નવ પ્રકરણમાં કમાલ કરી છે.
૮. આઠમો પ્રસ્તાવ વિકાસને માર્ગ ત્વરિત ગતિએ બતાવનાર થાય છે. એમાં પ્રધાન સૂર આખા ગ્રંથને સમજાવવાની લીધેલ તક અને તેના ઉપયોગમાં પરિપાક પામે છે. આપણું જૂના મિત્ર સંસારીજીવને ચક્રવતી તરીકે જાણીએ છીએ કે ભેળી અગ્રહીતસંકેતાને રાજકુમારી તરીકે જાણીએ છીએ ત્યારે આપણે પણ છૂટકારાને દમ ખેંચીએ છીએ અને સાતેને મેક્ષ થાય છે ત્યારે આપણે અહીં રહી ગયા એમ લાગ્યા વગર રહેતું નથી. ચોથો પ્રસ્તાવ હદય પરના હારમાં અમૂલ્ય રત્નના સ્થાનને ગ્ય ગણાય તે આઠમે પ્રસ્તાવ મુગટના કેહીનુરના સ્થાનને ચગ્ય છે; અને અરસ્પરસની શોભામાં વૃદ્ધિ કરે છે; એક વગર બીજે અડવો લાગે છે. હૃદય વગર મસ્તક સુગંધ વગરનું છે, પણ મગજ વગરનું હદય અવ્યવસ્થિત થઈ જાય છે. આઠમા પ્રસ્તાવમાં પ્રધાન સૂર વિદ્યા સાથેના લગ્નના પ્રસંગમાં આવે છે (પ્ર. ૮. પ્ર. ૮) અને બાકી તો સર્વ વાતને મેળ અહીં મળે છે તે મુખ્ય વાર્તા છે.
આઠે પ્રસ્તાવમાં બીજી તે અનેક વિશિષ્ટતાઓ છે, કેટલીક તે એટલી ઊંડી વાતો છે કે એ પર વિચાર કરીએ તેમ નૂતનતા જણાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org