________________
૨૬૧
પ્રકીર્ણ : ]
૪. ચોથો પ્રસ્તાવ જાતે જ સર્વોત્કૃષ્ટ છે. એને પ્રધાન સૂર ભવચક છે અને એના ખેલતા પાત્રો પ્રકર્ષ વિમર્શ છે. એના વર્ણનની ઝપટની અંદર ચિત્તવૃત્તિમંડપ અને રાજાઓ, વિવેસ્પર્વતનું વર્ણન અને ચારિત્રરાજના મંડપ, મેહરાય ને ચારિત્રરાજને પરિવાર અને સાત પિશાચીઓ એ સર્વ અદ્દભુત છે. આ પ્રસ્તાવ એવી સારી રીતે જાણે છે કે એમાં વિશિષ્ટ નજરે યે વિભાગ બતાવ એ મુશ્કેલ છે, કારણ કે પ્રત્યેક પ્રસંગ અદ્દભુત રીતે ચિત્રા છે. એની ચિત્તવૃત્તિઅટવી વિચારીએ ત્યાં મેહરાજના બાળકોના કલેલ યાદ આવે છે અને સાત્વિકમાનસપુરના સિંહાસન પર ચારિત્રરાજ બેસે છે ત્યાં એના પાટવી અને ફટાયા આકર્ષક થઈ પડે છે. એની પિશાચી છૂણું લાવે તેવી છે, છતાં પણ એને વિચારતાં જ આવે છે. આ પ્રસ્તાવ વિશિષ્ટતાને નમૂને છે. વસંતરાજ–લાલાક્ષ એ બાજુનું પાત્ર છે છતાં એમાં પણ મોજ આવે છે. ખાસ વિશિષ્ટતા જેવી જ હોય તો ચિત્તવૃત્તિ અટવીમાં બાંધેલ મંડપ અને તેના સિંહાસન પર બેઠેલ રાજા અને તેને પરિવાર છે. સાત્વિકમાનસપુરે ચારિત્રરાજને મંડપ પર્વત પર એ જ દીપે છે, વધારે આકર્ષક છે, પણ ચિત્રની નજરે બીજે નંબરે આવે છે.
૫. પાંચમો પ્રસ્તાવ સેજન્ય અને દૈન્યને પ્રધાન સૂર ચર્ચે છે. એમાં વામદેવની નીચ જનતા કવિએ ઉત્કટ રીતે ચચી છે. પણ એની વિશિષ્ટતા તે પ્રતિબદ્ધરચનામાં આવે છે. ત્યાં જે સ્પષ્ટતાથી સર્વ પ્રાણીને દુઃખી બતાવ્યા અને તેમને કાળા, ભૂખ્યા તરસ્યા, થાકેલા, તાપ ખમનારા, કઢીઆ, ઘરડા, તાવવાળા, ગાંડા, આંધળા અને પરતંત્ર તથા દેવાદાર બતાવ્યા એ વાત બહુ મક્કમ રીતે કરીને આ ગ્રંથને મુખ્ય ઉદ્દેશ પાર પાડ્યો છે. એમને જે ત્રણે ઔષધિઓ ઠાંસી ઠાંસીને આ ગ્રંથમાં ભરવી હતી તેને પ્રખરભર આ આખી રચનામાં દેખાઈ આવે છે.
૬છઠ્ઠા પ્રસ્તાવને પ્રધાન સૂર અને વિશિષ્ટતા પપુરુષ ચરિત્રમાં આવે છે. ત્યાં નિકૃષ્ટ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ અને વરિષ્ઠને એક એક વર્ષનું રાજ્ય આપી તેમની પાસે વિવિધ કાર્યો કરાવે છે ત્યાં ગ્રંથકર્તા કમાલ કરે છે. એ છ પ્રકારના પુરુષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org