________________
૨૫૬
[ શ્રી સિહર્ષિ અને અનુસુંદર ! જુદા તારવી શકાય તેવા હેઈ એક મહાઈતિહાસનું સ્થાન લે છે અથવા જીવનચરિત્રની ભૂમિકા પૂરી પાડે છે. એ ચરિત્ર કરુણામય કે પ્રેરણામય થાય, રસમય કે શોકમય થાય તે જુદી વાત છે; પણ પ્રત્યેક પ્રાણીનું ચરિત્ર અલગ છે અને તે ચરિત્ર પણ અનેક ઉપયોગી હકીકત પૂરી પાડે છે.
પ્રત્યેક જીવનમાં આટલો બધો વેધર્મ હોવા છતાં એમાં કેટલાક સર્વસાધારણ તો છે, એને સામાન્ય મધ્યમ કેટિના જીવન ગણવામાં આવે તે એમાં એક જાતની એકતા ચાલી આવશે એટલે કે પ્રત્યેક જીવનના વૈધમ્યમાં સાધમ્ય છે, બહુ ઊંચા પ્રકારનું સુસાધ્ય જીવન હોય તે મરુદેવા માતાના જીવની માફક દોડતું સિદ્ધ થઈ જાય અને અતિ અધમ જીવન હોય તે કાદવમાં રખડ્યા કરે અથવા ચક્કીમાં પીસાયા કરે, પણ જરાયે ઉન્નત થાય જ નહિ. આ અસાધ્ય અને સુસાધ્ય વર્ગના જીવોને બાદ કરતાં મધ્યમ પ્રવાહ પર અનેક જીવા હોય છે જેના ઉપર કામક્રોધાદિ અસર કરે ત્યારે તે નીચા ઊતરી જાય છે અને ત્યાગ, વૈરાગ્ય, પરોપકાર કામ કરે ત્યારે તે ઊંચે ચાલ્યા જાય છે. આવા જીવનાં જીવનવૃત્તો અલગ અલગ હોય છે, છતાં તેમાં એક પ્રકારની એક્તા હોય છે. એ સ્વભાવમાં આવે ત્યારે આત્માનંદ કરે છે અને વિભાવમાં ચાલ્યો જાય ત્યારે ધન, સ્ત્રી ને પુદ્ગળાનંદમાં રસ લેતે થઈ જાય છે, એ કષાયને વશ પડે તે ક્રોધી, માની, કપટી, લોભી બની જાય છે અને એ ત્યાગ કરવા બેસે તે મા ખમણે મા ખમણે પારણું કરવા લાગી જાય છે. આવા પ્રકારની વૈધમાં એક્તા બતાવવાન શ્રી સિદ્ધર્ષિને ઉદ્દેશ હતો. તેઓ પ્રત્યેક જીવનમાં ભિન્નતાની અંદર રહેલી એક્તા બરાબર જોઈ શક્તા હતા અને તે તેમને અનુસુંદરના ચરિત્રદ્વારા બતાવવી હતી.
મહાવિદેહના સુકચ્છ વિજયમાં આવેલી ક્ષેમપુરીમાં અહીં કહી છે તે પ્રમાણે વાર્તા કહેવાયું હશે કે નહિ, સુલલિતા અને મહાભદ્રા ત્યાં હશે કે નહિ અને ચક્રવર્તીએ ચારને વેશ કાઢ્યો હશે કે નહિ એ પ્રશ્ન ઉપરના મુદ્દાથી વિચારીએ તે લગભગ નકામે થઈ જાય છે. આખી દુનિયાને પ્રપંચ બતાવવા માટે કે વ્યક્તિગત જીવનું ચરિત્ર તે લખવું જ પડે. એમાં જેનું નામ આપ્યું હોય તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org