________________
પ્રકીર્ણ ૧. અનુસુંદર : ઐતિહાસિક કે કહિપત?
આ એક ઘણો અગત્યનો પ્રશ્ન છે. કથાનાયક સંસારીજીવ ઐતિહાસિક પાત્ર છે કે શ્રી સિદ્ધર્ષિની કલપનાથી ઉપજાવી કાઢેલ પાત્ર છે તે શોધવા માટે ગ્રંથમાં જ ઘણું પ્રસંગે પ્રાપ્ત થાય છે. નીચેના મુદ્દા વિચાસ્વાથી આ સવાલ પર પ્રકાશ પડશે.
લગભગ પ્રત્યેક પ્રાણીનું જીવન જુદા જુદા પ્રકારનું હોય છે, પ્રત્યેકના વિકાસ અલગ હોય છે. જેમ બે પ્રાણુનાં મુખ કે અવાજ એક સરખા હોતા નથી તેમ પ્રત્યેકને જીવનકમ પણ અલગ જ હોય છે. આપણે બાવન પાનાને ગંજીપ અનેક વાર રમ્યા હઈશું, છતાં પ્રત્યેક વખત પાનાની ગોઠવણ એવી જુદી જુદી આવે છે કે એક વખત ગોઠવેલ બાજી બીજી વાર આવતી નથી. જ્યારે બાવન પાનામાં આટલી ચિત્રવિચિત્ર યેજના થાય છે ત્યારે અનંત પ્રાણી, અનંત સ્થાને, અનંત ભાવ અને અનંત કાળની નજરે એના પરિવૃત્તો (permutations) કરીએ ત્યારે કાંઈ પાર આવે તેમ નથી. એમાં વળી પ્રાણીના અંદરના આશયો, મગજના ફાંટા, સ્વભાવની નવીનતા, આશયની વિચિત્રતા વિગેરેની સાથે કઈકની શક્તિ, કઈકના ગોટાળા અને કઈકની તાબેદાર વૃત્તિ વિચારીએ ત્યારે પ્રત્યેક જીવન એટલે એક મેટું ચરિત્ર સમજવું પડે. વાસ્તવિક રીતે આપણે જોઈએ છીએ તે નાટક જ છે અને મનમાં ન બેસે તે પણ કબૂલ કરવું પડે તેમ છે કે આપણે પોતે એ મહાન નાટકના એક પાત્ર છીએ, કાળપરિણતિદેવીને પગલે આથડનારા છીએ, ભવિતવ્યતાના નચાવ્યા નાચનારા છીએ અને લાગ મળે ત્યારે અંદરને ધણી જાગી જાય તે આગળ ધપનારા છીએ. પણ આપણી પ્રત્યેકની જિંદગી જુદા પ્રકારની છે, આપણે વિકાસ અલગ પ્રકાર છે, આપણું જીવનના પ્રસંગે જુદા જુદા ધોરણે રચાયેલા છે અને પ્રત્યેક એક બીજાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org