________________
૨૫૪
[ શ્રી સિદ્ધર્ષિઃ કળાકાર ? ઉપરાંત ચારિત્રરાજ અને મેહરાજના યુદ્ધ, નાની પજવણથી છેવટની ખૂનખાર લડાઈ, બન્નેના સભામંડપ અને માંડવાઓ એ સર્વ મનુ જગતિમાં રાખીને મનુજગતિની મહત્તા બતાવી છે અને એને ઉપયોગ ન આવડે તે ત્યાંથી પાપીપિંજર (નારક) સ્થાનમાં કેવી રીતે જવું પડે છે એ બતાવી મનુષ્યોને તેમના યોગ્ય સ્થાન આપ્યું છે.
મનુષ્યોના આ પ્રકારો ચિતરવા ઉપરાંત તેમના દરેક પાત્ર મનુષ્યસ્વભાવની વિચિત્રતા, નવ્યતા, વિશિષ્ટતા, અને અધમતા બતાવનાર છે.
આ સર્વમાં શ્રી સિદ્ધર્ષિ ગણિએ બહુ જબરી કળી વાપરી છે. ઉપરના દરેક પાત્ર પર અત્ર વિવેચન કરવું પ્રસ્તુત ગણાય, પણ બિનજરૂરી છે. વાંચનાર ગ્રંથમાં પ્રવેશ કરે એટલે એને પિતાને જ આ સર્વ બાબતને ખ્યાલ આવી જ જોઈએ અને આવશે એવી કળાપૂર્ણ રચના શ્રી સિદ્ધર્ષિ ગણિની છે.
આ સર્વ બાબતો ઉપરથી કલાકાર તરીકે શ્રી સિદ્ધર્ષિ કેવું મહાન સ્થાન ભોગવે છે તે પર જરૂર ખ્યાલ આવશે. એમણે કળા તાણી ખેંચીને વાપરી નથી, પરાણે ઠસાવી નથી, પણ એને લેખમાં જ એવો ચમત્કાર છે કે એમાં કળા સર્વત્ર ડોકિયાં કર્યા જ કરે. મનુજગતિને પ્રાધાન્ય આપવામાં જે લેખકે કળાવિધાન કર્યું હોય તે પછી કળાને પૂરત અવકાશ આપ્યા વગર કેમ રહે ?
આ રીતે પાત્રાલેખનમાં કળા છે, સ્થાનનિર્માણ અને વર્ણનમાં કળા છે, સમયનિર્ણયમાં કળા છે, મહાન સત્યે ભારે કળાથી બતાવ્યા છે અને મનુષ્યગતિને ખૂબ અપનાવવામાં ભારે કળા વાપરી છે. આ ઉપરાંત કળાકાર તરીકે એમની ઘણી બાબતો બતાવી શકાય તેમ છે. જેમને વિષય અનંત વિશ્વ અને અંદરના સર્વ ભાવ હોય તે આવું પુસ્તક કઈ રીતે લખે એ જ માટે પ્રશ્ન છે, પણ જ્યારે એના પ્રત્યેક પ્રસંગમાં કળી દેખાય ત્યારે માત્ર સમુચ્ચય દર્શન કરાવી બાકી વિદ્વાન વાચકની શોધ પર છોડવું એ જ યોગ્ય છે.
હવે કેટલીક પ્રકીર્ણ-પરચુરણ બાબતો પર વિવેચન કરી ઉપઘાતને આ વિભાગ પૂરે કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org