________________
મનુષ્યના પ્રકાર : ]
૬. મનુષ્યના પ્રકાર—
આ મુદ્દા પર નીચેની હકીકતા વિચારવા યાગ્ય મને માલૂમ પડી છે. તેના નાનિર્દેશ કરી બાકીની હકીકત વાંચનારના વિચાર પર છેાડીશ.
૨૫૩
૧. ઔષધના અધિકારી જીવાના ત્રણ વિભાગ પાડ્યા: સુસાધ્યું, કૃસાધ્યું. અસાધ્ય, ( પીઠબ`ધ વિભાગ ૩૦ રૃ. ૩૪-૩૫. ) ઉપનય ( પીઠબંધ. પૃ. ૧૭૫–૮૦ ). ઘણું મનન કરીને સમજવા ચેાગ્ય આ હકીકત છે. એનાં અધિકારનિ યના પ્રખધ અદ્ભુત છે. આ આખા વિચાર કળામય છે અને સાથે ખૂબ મેાધક છે. એ આંખ ઉઘાડનાર છે અને સાથે મહાકવિને ઝેગ આપે તેવા ચિતરાયા છે.
૨. ત્રણ કુટુંબ (પ્ર. ૩. પ્ર. ૩૨) બે અંતરંગ કુટુ એ! અને એક બાહ્ય, અંતરંગ કુટુળ સ્થિર છે અને બન્ને અંદર લડ્યા કરે છે. બાહ્ય કુટુંબ અસ્થિર અને ક્રતું. અંદરના કુટુંબમાંથી એકને પાષવાની અને બીજાને દૂર કરવાની જરૂર અને તે પ્રમાણે કરીને ત્રીજા બાહ્ય કુટુંબના ત્યાગ કરવાના પિરણામ. દીક્ષા સંબધી અત્યારે ચર્ચાતા સવાલ પર સ્પષ્ટ પ્રકાશ નાખનાર આ અતિ મહત્ત્વનું પ્રકરણ મનુષ્યસ્વભાવને ખરા આકારમાં ચિતરે છે.
૩. ચાર પ્રકારના પુરુષા (પ્ર. ૩. પ્ર. ૧૨) એક ઇંદ્રિયને અંગે ( સ્પર્શીન ) મનુષ્યેા વન કેવા પ્રકારનું કરે છે તે પર ભવજંતુ, મનીષી, મધ્યમબુદ્ધિ અને માળના ચિરત્ર ઉપરથી ઉત્તમાત્તમ, ઉત્તમ, મધ્યમ અને જઘન્ય પુરુષ પર પ્રખર વિવેચન. આ આખુ પ્રકરણ ઘણું સુંદર ચિતરાયું છે, અકુશળમાળા, સામાન્યરૂપા અને ગુણસુંદરી એમાં કમાલ કરે છે અને ભવજંતુનું વન આશ્ચય - મુગ્ધ કરે છે.
૪. યત્પુરુષથાનકે છઠ્ઠા પ્રસ્તાવના પ્રકરણ ૧૦ થી ૧૫, એમાં નિકૃષ્ટ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ અને વરિષ્ઠને એક એક વર્ષનું રાજ્ય આપી તેમણે તે રાજ્ય કેવી રીતે ભાગળ્યુ અને પરિણામે આપા કપિરણામે એમને વર્ષની આખરે શું કહ્યું એ હકીકત મનુષ્યપ્રકાર બતાવવામાં ભારે કળા બતાવે છે. એ છ પ્રકાર એવા વિશાળ છે કે એમાં કાઇ મનુષ્ય ખાકી રહેતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org