________________
૨૫૨
[ શ્રી સિહર્ષિઃ કળાકાર : એ ઉપરાંત સાત વ્યસનીની વાર્તા ચોથા પ્રસ્તાવમાં કહી છે તેને એક રીતે અંતરકથા કહી શકાય, પણ હું એને અંતરકથામાં ગણતું નથી. એ તો ભવચકના કેતુકેમાં વાર્તાના પ્રવાહમાં જ આવી જાય છે.
વાર્તાઓમાં અંદર અંદર નાનું દાન આવે તેને આમાં ગણવામાં આવતું નથી. અત્ર વક્તવ્ય મુખ્ય અવાંતર વાર્તાને અંગે છે.
એમાં લેખકની કળા એ છે કે એ પિતાને કહેવા મુદ્દો ટૂંકા શબ્દોમાં કહી દે છે અને કેઈ પણ વિષયને નિરસ થવા દીધા વગર એ પિતાની હકીકત કો જાય છે અને મૂળ વાર્તાને જરા પણ ક્ષતિ ન આવે તે પ્રકારે એ વાર્તામાં વાર્તા અને તેમાં વાર્તા કરી પાછો સર્વને મેળ મેળવી શકે છે. એક દાખલો આપી આ વિષય પૂરો કરીએ.
ચેથા પ્રસ્તાવમાં (પ્ર. ૧૦) શાંતિશિવ-ભેંતાચાર્યની કથા ચાલે છે. શાંતિશિવને જ્યારે એને શિષ્ય કેરડા મારતો હતો અને આચાર્ય આરડતા હતા (પૃ. ૮૧૬) ત્યારે આપણે ક્યાં છીએ એ વિસરી ન જઈએ. એ વાત પ્રકને જાગૃત કરવા વિમર્શ કહે છે, એ આખી વાર્તા રસનાને ખેલ બતાવવા વિચક્ષણસૂરિ નરવાહન રાજા સમક્ષ કહે છે, એ આખી વાર્તા સંસારીજીવ સદાગમ સમક્ષ કહે છે. પ્રથમ વાતને મેળ એ પ્રકરણને અંતે મળે, બીજી વાતને એ પ્રસ્તાવના ૩૮મા પ્રકરણમાં મળે અને ત્રીજી વાતનો આઠમાં પ્રસ્તાવના દ્વિતીય વિભાગમાં મળે. આવી રીતે લેખકે લાંબી વાત કરી છતાં કોઈ પણ જગ્યાએ ઘુંચવણ કે ગોટાળો થયો નથી. કળાની દષ્ટિએ વાર્તાના કહેનાર તરીકે દૃષ્ટાન્તથી વાર્તા ખીલવવાની પ્રણાલિકા હિંદમાં પ્રચલિત છે અને એ પદ્ધતિ બહુ ઉપયોગી અને પરિણામ ઉત્પન્ન કરનાર ગણાય છે. મુખ્ય આધાર તો કથા કહેનાર પર રહે છે.
શ્રી સિદ્ધર્ષિની અવાંતર કથાઓ સચેટ, મુદ્દાસરની અને ભાષાની પસંદગીમાં ઉત્તમોત્તમ જણાઈ છે. તેઓ પિતાને કહેવાને વિષય બરાબર ઝળકાવી શકતા હતા, નચાવી શકતા હતા અને વાતને જમાવી શકતા હતા. કળાની દ્રષ્ટિએ અવાંતર કથાઓને ઉપયોગ અને પ્રયોગ તેઓ સફળ રીતે કરી શક્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org