________________
૨૪૮
[ શ્રી સિહર્ષિ ઃ કળાકારઃ અપૂર્વ આહલાદ બતાવ્યા વગર રહે નહિ. આવાં સત્ય સામાન્ય લેખક લખી શકતા નથી અને લખે તે અન્યના ઉતારા અથવા પયોય શબ્દો હોય છે. મલિક્તા એ તદ્દન જુદી જ ચીજ છે અને આ મહાન સત્યની બાબતમાં પણ બીજી અનેક બાબતની પેઠે ગ્રંથકર્તાની મલિક્તા જરૂર જણાઈ આવે છે.
આવાં વચનને કાંઈક સંગ્રહ શેઠ દેવચંદ લાલભાઈ સીરીઝવાળી ઉપમિતિની છાપેલી પ્રતમાં ઉપઘાતમાં નાના પાયા પર થયો છે તે રોગ્ય છે. પણ એવા ઉપયુક્ત વચને આખા ગ્રંથમાં એટલા છે કે એને એક જુદો સંગ્રહ જ થાય. અત્ર તેને સંગ્રહ કરવાને ઉદ્દેશ નથી, નિર્દેશ લેખકની કળાવિશિષ્ટતા અને મૌલિકતા બતાવવાને છે. કેઈ સહદય વાંચનારે મૂળ અને અવતરણ પરથી એવો સંગ્રહ કરી ભાષાંતર સામે જ હોય તે રીતે છપાવી પ્રસિદ્ધ કરવા યોગ્ય છે.
ળાની નજરે આવા મહાન સત્યેનો ઉપગ ઘણું મટે છે. એક હકીક્ત કથારૂપે કહી જવી તે અન્ય વાત છે અને તેની સાથે ત્રણ કાળમાં અબાધિત સત્યોને સંકળી લેવા એ તદ્દન જુદી વાત છે. કથા વાર્તા કરવામાં ખાસ કળાનો ઉપયોગ નથી, પણ અનુભવના પરમ સત્યને અતિ સંક્ષેપમાં મૂકવા એમાં બહુ વિશાળ જ્ઞાન, અવલોકન અને ભાષા પરના કાબૂની જરૂર પડે છે. શ્રી સિદ્ધર્ષિની કળા આ મહાન સત્યેને અંગે અસાધારણ છે અને પ્રત્યેક સત્યો આરપાર નીકળે તેવા ચેખા અને સચોટ છે. મહાન લેખક અને કલાકાર તરીકે શ્રી સિદ્ધર્ષિને ચિતરવા માટે આ એક જ હકીક્ત બહુ અગત્યની ગણાય.
આ મહાન સત્યની બાબતમાં તેના અંતરમાં નીચેની વિગતને સમાવેશ થાય છે. (8) જનેક્તિ . (Proverbs.) (b) 21391€. (Generalizations. ) (૯) અર્થાન્તરન્યા.( Universal truths.). (d) અનુભવના ઉદ્દગાર. (ઉપદેશની પદ્ધતિએ.) (૭) મહાન ઉપદેશે. (આચાર્યાદિના મુખે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org