________________
૨૪૪
[ શ્રી સિહર્ષિ • લેખક : ज्ञागमगोचरबहुमानेन क्लिष्टकर्मविलयतो भवत्वस्यास्तपस्विन्याः प्रतिबोध इति भगवतोऽस्य सदागमस्य पादप्रसादादखिलं मयेदभवधारितमिति सदागमे बहुमानमुत्पादयता संक्षेपेणाप्यनन्ततया षण्मासीककथनीयो भगवन्माहात्म्यादेव प्रहरत्रयेणैव निवे. दितोऽयमगृहीतसङ्केते इत्युल्लपता मया कुतूहलपरायै भवत्यै स्वयमपि संवेगोपात्तेन समस्तोऽप्यात्मभ्रमणप्रपञ्चः ।
અગ્રહીતસંતાને ઉદ્દેશીને, એ મદનમંજરી હોવાથી એના ઉપર પ્રેમ લાવીને અનુસુંદર ચક્રવત્તી ચારને રૂપે કહે છે કે–આખી વાર્તા જે રૂપે કહેવાઈ છે તે કહેતાં છ માસ થાય તે સદાગમની કૃપાથી ત્રણ પહોરમાં–નવ કલાકમાં પૂરી કરી. એટલે કે પૃ. ૩૦૦ થી ૨૦૦૪ સુધીની વાર્તા નવ કલાકમાં કહી. આ રીત આખી વાર્તા નવ કલાકમાં કહેવાઈ છે. સદાગમની કૃપાની બાબતનો સ્વીકાર કરવામાં સંકેચ થાય તેમ નથી. એક વાર્તા સપાટાભેર કહેવામાં આવે તો સમય ટૂંકે થાય છે, પણ ૧૭૦૦ પૃષ્ઠ ભાષાંતરનાં કે તેટલે કથાવિભાગ નવ કલાકમાં વાંચી શકાતો પણ નથી, બોલવામાં તે એક અક્ષર પછી જ બીજો અક્ષર બોલાય એટલે વધારે વખત લાગે છે. એ વાત ગમે તેમ બની હોય તે અત્ર વિચારવાની જરૂર નથી, પણ એક વાત બહુ અગત્યની અત્ર નીકળે છે અને તે એ છે કે અનંત કાળની વસ્તુને ઘણું મર્યાદિત સમયમાં ચિત્રપટ પર રજૂ કરવામાં લેખકશ્રીએ જાતિસ્મરણઝાન, અવધિજ્ઞાન અને નિર્મળકેવળીમહારાજાને ઉપગ કર્યો છે. એમ જે ન કરવામાં આવે તે આ ચિત્ર અશક્ય હતું. જાતિસ્મરણમાં પણ અમુક જ ભવ દેખી શકાય, પણ અનંત કાળનું જ્ઞાન કૈવલ્ય વગર અશક્ય છે. આ શાસ્ત્રસંપ્રદાયની વાતનો વિરોધ ન આવે તેવી રીતે અનંતકાળની વાત સંસારીજીવના મુખમાં મૂકી છે અને સદાગમની કૃપાથી નવ કલાકમાં કહી છે. આપણે છ માસ માનીએ તો પણ વાતને એવી ટૂંક સમયમાં લાવવાની ખાસ જરૂર કળાની નજરે તેમને લાગી જણાય છે એટલે તેના “માહાસ્ય” ની વાર્તા પણ કરી નાખી.
આવી રીતે અનંત સમયને ગૂંથવામાં તેમણે કળા વાપરી છે, અને તે કળા ઉપરના વાક્યમાં બરાબર વ્યક્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org