________________
સ્થળવિષ્ય : ] સમતા બતાવનારા છે. આપણે એ બગીચામાં જઈ શકીએ છીએ, પણ એના માગો ઉપરની દુનિયામાં નથી. ત્યાં જવા માટે લીફટ ગોઠવાયેલી છે તે જડી આવે તે બગીચાએ પહોંચી જવાય. એ બગીચામાં પહોંચી ગયા પછી તો નિરવધિ આનંદ અને અંતરનો વિલાસ થાય છે અને ત્યાં તો એવી એવી વાતો અંદરથી નીકળી આવે છે કે આપણે તે દરેક સ્થાને પ્રબોધનરતિને કે કોવિદને, બુધને કે કંદને બેઠેલા જોઈએ. માત્ર ત્યાં પહોંચી જવાની જરૂર છે. ત્યાં પહોંચવાની ચાવી આખા ગ્રંથમાં બતાવી છે. શેધવાથી મળે તેમ છે.
સ્થળનિર્ણયમાં લેખકની આ કળા છે. એમનાં અંતર નગરો અને એ નગરનાં ઉદ્યાને વિચારતાં દિવસે નીકળી જાય તે પણ શાંતિ વળે તેમ નથી અથવા શાંતિની તૃપ્તિ થાય તેમ નથી અથવા શાંત સિવાય બીજું જણાય તેમ નથી.
સ્થળને અંગે બીજી બેંધવા લાયક હકીક્ત એ છે કે બીજા સર્વ નગરે મનુ જગતિના ભરતક્ષેત્રમાં આવેલા છે, પણ ક્ષેમપુરી વિગેરે વાર્તાના મુખ્ય સ્થાન મહાવિદેહ ક્ષેત્રમાં આવ્યા છે. મહાવિદેહમાં સુકચ્છવિજય છે ત્યાં આ આખી વાર્તા કહેવાય છે.' વાર્તા કહેનાર ચારસંસારી જીવ એ પતે અનુસુંદર ચક્રવત્તી છે અને સર્વ ખુલાસો આઠમાં પ્રસ્તાવના બીજા વિભાગમાં થાય છે. ત્યારપછી આઠમા પ્રસ્તાવના ત્રીજા વિભાગમાં જે રીતે અનુસુંદર સુલલિતા આદિનો મોક્ષ થાય છે તે જોતાં આ ચરિત્રનું સ્થાન મહાવિદેહમાં મૂકવામાં ગ્રંથકત્તોએ એક ભવ્ય નિયમ જાળ છે. ત્યાં સર્વદા ચોથા આરાના ભાવ ભજતા હોય છે તેથી ત્યાં આ વાર્તાકથનનું સ્થાન રાખવું વધારે યોગ્ય છે. સ્થળોની પસંદગીમાં લેખકશ્રીએ ભારે કળા વાપરી છે અને અંતરંગ નગરનાં નામ અને વર્ણનમાં તો કળાની નજરે ખરેખર કમાલ કરી છે.
શ્રી સિદ્ધર્ષિ ગણિએ કળાકાર લેખક તરીકે મનુજગતિ નગરીને પ્રાધાન્ય આપ્યું. એમની વિશાળ ગણનામાં અસંવ્યવહાર નગરથી માંડીને ચૂદ રાજલોકના સર્વ પ્રાણુ હતા અને તેમનાં સ્થાન તેમણે બરાબર બતાવ્યાં છે. સુસ્થિત મહારાજને શિરેસ્થાને બે
૧. સ્થળનિદેશ માટે જુઓ પ્ર. ૮. પ્ર. ૧૨. પૃ. ૧૯૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org