________________
૨૩૬
[[ શ્રી સિહર્ષિઃ કળાકારઃ રીતે પુર્યોદયનું આવવું જવું ચેથા પાંચમાં પ્રસ્તાવમાં પણ મનન કરવા યોગ્ય છે. ખૂબી એ છે કે એને એના મિત્રો કદી ઓળખતા નહિ. એને પ્રથમ કુલંધરે ઓળખે. એના સ્વમમાં પાંચ આવ્યા તેમાં તે એક હતા.( પ્ર. ૮. પ્ર. ૫. ) એનું કારણ સમાજમાં કયાં સ્થાન છે તે પ્રકરણ છમાં (પ્ર. ૮) બતાવે છે. આ પુણ્યદય પાત્રના આવિર્ભાવ અને રીસામણું ખરેખર કળાથી ભરપૂર છે અને આપણું આગળ વધવાના તથા પાછળ હઠવાના ગુપ્ત ભેદની ચાવીરૂપ છે. આવી રીતે જ્યારે જે પાત્રનું કામ પડ્યું છે ત્યારે તેને લેખકે રંગભૂમિમાં રજૂ કર્યા છે અને બાકીને વખત એને નેપથ્યમાં રાખ્યા છે. એ ભારે કળા અને સર્જનના નમૂના છે.
૨. સ્થળવિધ્યમાં કળા પાત્રાલેખન જેટલી જ અગત્યની બાબત કઈ પણ લેખકને માટે સ્થળનિર્ણયની છે. આ ગ્રંથકર્તાને આખો સંસારવિસ્તાર સામાન્ય રીતે અને મનુષ્યગતિ વિશેષ કરીને પોતાના લેખને વિષય કરવાની હતી એટલે એમણે આખી કથા મનુજગતિ નગરીમાં એક ચારના મુખમાં મૂકી દીધી. એ ચાર તે ખરેખર ચક્રવત્તી હતા પણ એ વાત તે છેવટે જણાય છે. ત્યારપછી વાર્તામાં એમને બે પ્રકારનાં સ્થળો લાવવાનાં હતાં: એક બાહ્ય અને બીજા આંતર, એટલા માટે એમણે નીચેના સ્થળે વર્ણવ્યાં. પ્રથમ બાહ્ય નજરે જોઈએ તો નીચેનાં નગરે તેમણે મુખ્યત્વે વર્ણવ્યાં છે.
મનુ જગતિ નગરી (મ, ૨. પ્ર. ૧ ).. અસંવ્યવહાર નગર (પ્ર. ૨. પ્ર. ૭).. એકાક્ષનિવાસ નગર (મ, ૨. પ્ર. ૮). વિકલાક્ષનિવાસ નગર (પ્ર. ૨. પ્ર. ૯). પંચાક્ષપસંસ્થાન (મૃ. ૨. પ્ર. ૧૦ ). ભરતેજયસ્થળ (ક.૩ પ્ર. ૧). ભરતે-કુશાવર્તપુર (, ૩. પ્ર. ૨૪). સિદ્ધાર્થનગર (મ. ૪. પ્ર. ૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org