________________
૨૩૨
[ શ્રી સિદ્ધર્ષિઃ કળાકાર : નિવૃત્તિએ જાય છે ત્યાંથી શરૂ થાય છે પણ એને ખરે બહાર તો આઠમા પ્રસ્તાવમાં જ આવે છે. ત્યાં જ્યારે આઠમા પ્રકરણમાં ભીષણ આંતયુદ્ધ થાય છે ત્યારે ચારિત્રરાજ પિતાને ઉચ્ચ પ્રાગ કરે છે અને લગ્નનું પ્રકરણ તેને ઉચ્ચ વિકાસ બતાવે છે. આ વિકાસની નજરે જોઈએ તો મહારાજનું ચરિત્ર સપરિવાર પ્રત્યેક પ્રસ્તાવે વિકાસ પામતું જાય છે અને એનો વિકાસ પાછા પડવામાં થતો જાય છે; જ્યારે ચારિત્રરાજના આખા પરિવારને સીધે વિકાસ ક્રમસર થતો જાય છે. આમાં કઈ કે નાના બનાવો વચ્ચે વધારે પડતા વિકાસના આવી જાય તે રણમાંના લીલાપ્રદેશ ( Oases ) તુલ્ય સમજવા. એમ કરવાની પણ લેખકને જરૂર પડે. છે. એકંદરે આ પ્રત્યેક મોટા પાત્રને વિકાસ કળાકારની નજરે બહુ આકર્ષક લાગે તેવો છે. એના ગર્ભમાં જે ઉપદેશ છે તે તો અધિકાર પ્રમાણે સમજી લેવાનો છે, પણ તે બોજારૂપ કેરને માથે ન થઈ પડે એની સંભાળ લેખકશ્રીએ ચીવટથી રાખી છે એમ એમના ગ્રંથની પ્રત્યેક પંક્તિ વાંચતી વખત લાગ્યા વગર રહે તેમ નથી.
() પાત્રોનું વ્યક્તિત્વ. ... ... (Individuality )
દરેક પાત્ર પિતાનું વ્યક્તિત્વ બરાબર જાળવે છે. કેઈ પણ પાત્ર એક બીજામાં ભળી જતો નથી, બીજાની સાથે ગોટવાઈ જતો નથી કે ઘુંચવાઈ જતો નથી. બાહ્ય સૃષ્ટિના પાત્રો કે અંતરંગ રાજ્યના પાત્ર પ્રત્યેક જુદા છે અને પ્રત્યેકના કાર્યવિભાગ જુદા છે. એમાં સાગર કે શૈલરાજ, બહલિકા કે અકુશળમાળા કે એક બીજામાં ગેટવાઈ જતા નથી કે શુંચવાઈ જતા નથી. કોઈ વખત મંદને જડ કે બાળ ને બાલિશમાં સામ્યતા લાગશે, પણ જરા ચીવટથી અંદર ઉતરતાં એ પ્રત્યેકનું વ્યક્તિત્વ જણાશે. બાળ સ્પર્શનને રસિયે છે, મદનકંદળીને ભેગી છે અને બેગ ખાતર ગમે તેવું જોખમ ખેડવા તૈયાર છે, ત્યારે જડે રસનાને રસીએ છે, પણ અક્કલ વગરનો છે. આમાં દુર્ગુણ છે પણ સાહસ છે અને જડે તે બેસે ત્યાંથી ઊઠે નહિ તે છે. બાળ રંગભૂમિ પર આવે છે ત્યારે જડ ઘણુંખરું કલ્પનામાં જ રહે છે. આવી રીતે બીજા ઘણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org