________________
૨૩૧
પાત્રાલેખન : ] કઈ કઈ પાત્રોનાં નામે જ માત્ર બતાવ્યાં છે, પણ રંગભૂમિ પર એમને લાવવામાં આવ્યા નથી ત્યાં એ નિયમ લાગુ પડે નહિ. દાખલા તરીકે એમના શુભ પરિણામ કે શુભાભિસન્ધિ રાજા કે એમની રાણીઓ માત્ર નામનિદેશ પૂરતી જ છે. એ રંગભૂમિ પર આવતા નથી, માત્ર તેમની પુત્રીઓને તેમની સાથે સંબંધ દશોવાય છે. એ પાત્રોને બાદ કરીએ તો શ્રી સિદ્ધર્ષિના દરેક પાત્ર જીવતા દેખાય છે, તેજસ્વી દેખાય છે, પોતાનું કાર્ય સમજનાર દેખાય છે અને સારા કે ખરાબ તેમનો જે પાઠ હોય તે બરાબર ભજવી બતાવનાર માલુમ પડે છે.
( ૯ ) ઉત્ક્રાંતિના નિયમે વ્યક્ત થાય છે.
(Evolutionary Manifestation ) પાત્રાનું વૈવિધ્ય ઘણું છે અને આખો સંસારવિસ્તાર વિષયભૂત હોઈને તે જરૂરી છે, છતાં એમાં પ્રત્યેક પાત્ર ક્રમસર વ્યક્ત થાય છે અથવા એને પ્રસાર વિકાસક્રમના નિયમને અનુસરતા છે. એમણે ચારિત્રરાજના આખા પરિવાર સાથે પરિચય તે ચોથા પ્રસ્તાવમાં કરાવી દીધો, પણ એને પૂરબહાર તે આઠમા પ્રસ્તાવમાં વ્યક્ત થાય છે. એ પાત્રને વિકાસ થવાને એ જ માગ હતો. જ્યારે ત્રીજા ચેથા પ્રસ્તાવમાં વેશ્વાનર કે મહરાજ, શૈલરાજ કે મકરધ્વજ ઘૂમે છે, ત્યારે આઠમામાં ચારિત્રરાજ મુખ્ય સ્થાને આવે છે. એમના બાળ, જડ, મંદ શરૂઆતના પ્રસ્તાવામાં વિલાસ કરે છે, પણ એમણે ચારિત્રરાજને જે વિલાસ આઠમા પ્રસ્તાવમાં બતાવ્યો છે તે ખરેખર અદ્ભુત છે. મહારાજાને બહાર તે સાર્વત્રિક છે, પણ એની રાજ્યસત્તાની ઉત્કૃષ્ટ હદે એ સાતમા પ્રસ્તાવના પંદરમા પ્રકરણમાં (મહાહનું મહાન આક્રમણ ) દેખાતો હોય એમ કદાચ લાગતું હશે, પણ એ વાત ખરી નથી. એ તે મેહરાજાના છેલ્લાં કેટલાં હવાતીઓ છે. મોટા દાવ તે વખતે તે ખેલી લે છે, પણ એને પૂર બહાર તો ચેથા પ્રસ્તાવમાં જ આવે છે.
ચારિત્રરાજની નાની રમતે તે ત્રીજા પ્રસ્તાવમાં ભવજત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org